‘કારને મારી ટક્કર, ખોલવા લાગ્યા દરવાજો…’ યુવતિ સાથે રસ્તા વચ્ચે 3 છોકરાઓએ કરી બદ્સલૂકી- જુઓ વીડિયો

3 છોકરાઓએ કાર સવાર યુવતીનો કૂતરું પાછળ પડે એમ કર્યો પીછો, બદ્સલૂકીનો વીડિયો થયો વાયરલ

‘ગાળો આપી રહ્યા છે અને દરવાજો ખોલી રહ્યા છે’, ત્રણ છોકરાઓએ ખુલ્લેઆમ કર્યો છોકરીઓનો પીછો- વીડિયો થયો વાયરલ

બેંગલુરુમાં એક મહિલાની કારનો પીછો કરતા ત્રણ છોકરાઓનો વીડિયો સામે આવ્યો છે. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે સોમવારે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ ત્રણેય જણા આક્રમક રીતે સ્કૂટર પર સવાર થઈને યુવતીની કારનો પીછો કરી રહ્યા હતા. વાયરલ વીડિયોમાં ત્રણ છોકરાઓ કારનો પીછો કરતા અને દરવાજો ખોલવાની કોશિશ કરતા જોઈ શકાય છે.

કારમાં બેઠેલી મહિલા એકદમ ડરી ગઇ છે. તે સરકાર દ્વારા જારી કરવામાં આવેલ હેલ્પલાઈન નંબર પર ડિટેઇલ આપતી સાંભળી શકાય છે. મહિલાની ઓળખ પ્રિયમ સિંહ તરીકે થઈ છે. વીડિયોમાં તે કહેતા સાંભળી શકાય છે, ‘તેઓ મને ફોલો કરી રહ્યાં છે. તેઓ મારી કારને મુક્કો મારી રહ્યા છે.’સ્કૂટર પર સવાર ત્રણ છોકરાઓ કારમાં બેઠેલી છોકરી પર ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળે છે. તેઓ તેને પછાડવા માટે આગળ વધે છે અને પછી તેનો રસ્તો રોકવાનો પ્રયાસ કરે છે.

આ જોઈને છોકરી પોતાનો રસ્તો બદલી નાખે છે. જોકે, તેમ છતાં પણ તે છોકરાઓ મહિલાને છોડતા નથી. પ્રિયમ સિંહ ફોન પર કહે છે, ‘તે મારી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. મારી કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડીવાર પછી તે પોતાની કારને રસ્તાની બાજુએ રોકે છે. મહિલાએ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં કહ્યું, ‘આ ઘટના સેન્ટ જોન્સ હોસ્પિટલના ગેટ નંબર 5 પાસે બની હતી. રજીસ્ટ્રેશન નંબર KA04LK2583 સાથે સ્કૂટર પર સવાર ત્રણ બદમાશોએ મારી કાર (KA51MT5653)નો પીછો કર્યો.

હોસુર રોડ-કોરમંગલા રાઇટ ટર્ન જંકશનથી નાગાર્જુન રેસ્ટોરન્ટ KHB કોલોની 5માં બ્લોક કોરમંગલા સુધી પીછો કર્યો. તેઓએ મારી કારની બારી પર પણ મુક્કો માર્યો હતો. આ વીડિયો ભારતીય જનતા પાર્ટી કર્ણાટક યુનિટ દ્વારા પણ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. ભાજપે આ અંગે રાજ્યની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે તે મહિલાઓને સુરક્ષા આપી શકતી નથી.

Shah Jina