ખરાબ સમાચાર : ભારતના આ રાજ્યમાં ઘુસ્યો કોરોનાનો નવો ખતરનાક વેરિયન્ટ? લોકો ધ્રુજી ઉઠ્યા- જલ્દી વાંચો

છેલ્લા પોણા બે વર્ષથી આખી દુનિયામાં કોરોનાએ હહાકચર મકાહવ્યો છે એવામાં ભારતમાં બીજી લહેરમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે અને આપણા સાગા સંબંધીઓએ પણ જીવ ગુમાવ્યો છે.એ એવામાં સમાચાર મળી રહ્યા છે કે સાઉથ આફ્રિકામાં જોવા મળતા કોવિડના નવા મલ્ટિપલ મ્યુટન્ટ વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો ભારતમાં પણ પહોંચી ગયો છે.

હાલમાં જ, સાઉથ આફ્રિકાથી બેંગ્લોર પરત ફરેલા કર્ણાટકના બે વ્યક્તિનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે. બંને વ્યક્તિને અત્યારે આઈસોલેટ કરવામાં આવ્યા છે. જોકે, બંને સેમ્પલમાં કોરોનાના નવા વેરિયન્ટની હાજરીની હજુ પુષ્ટિ થઈ નથી. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

નેતા R અશોકે જણાવ્યું કે સાઉથ આફ્રિકાથી 1000થી વધુ લોકો પરત ફર્યા છે. દરેકના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે લોકો પહેલાથી બેંગ્લોર અથવા ક્યાયથી પણ પરત ફર્યા છે, તેમનો 10 દિવસ પછી હજુ એક કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. પાડોશી રાજ્ય તમિલનાડુએ રાજ્યના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્ક્રીનિંગનું ચેકિંગ કરવા માટે સ્વાસ્થ્ય વિભાગના 4 અધિકારી તહેનાત કર્યા છે. આ અધિકારી ચેન્નઈ, કોયંબંતૂર, તિરુચિરાપલ્લી એરપોર્ટ પર રહેશે.

રાજ્ય કર્ણાકટકાના બેંગ્લુરુ રૃરલ ડિસ્ટ્રીક્ટ કલેક્ટરે જણાવ્યું કે બેંગ્લુરુ એરપોર્ટ પર સાઉથ આફ્રિકાના બે નાગરિકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. કર્ણાટકના મંત્રીએ જણાવ્યું કે દક્ષિણ આફ્રિકામાંથી આજે 1000 લોકો બેંગ્લુરુ આવ્યાં છે જેમના તમામના ટેસ્ટ કરાયા હતા અને તેમાંથી બે પોઝિટીવ નીકળ્યાં છે.

તમને જણાવી દઈએ કે કોવિડના આ નવા વેરિયન્ટથી સમગ્ર દુનિયામાં ખળભળાટ મચ્યો છે. WHOને આ વેરિએન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ન્યુ વેરિયન્ટ ઝડપથી તેનું રુપ બદલી રહ્યો છે અને તે કોરોનાના ડેલ્ટા, ડેલ્ટા પ્લસ અને બાકીના પ્રકારોથી જોખમી છે. કોરોનાની બીજી લહેરમાંથી શીખીને આપણી ઇન્ડિયન સરકાર પણ સતર્ક બની ગઈ છે અને એક એડવાઈઝરી જારી કરી છે.

ઓમિક્રોન સામે આપણી રસી કેટલી અસરકારક છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ફાઇઝર-બાયોટેકએ કહ્યું છે કે તે આગામી બે અઠવાડિયામાં આ પ્રશ્નનો જવાબ આપી શકશે.

LATEST UPDATE 28 Nov 2021

લેટેસ્ટ અપડેટ અનુસાર તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા જ્યા તપાસમાં સામે આવ્યું છે કે તેઓ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત નહોતા થયા તેઓ ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા છે.

YC