આ ગુજરાતીએ મની હાઈટ્સના લોકપ્રિય ગીતના ગુજરાતી વર્જન ઉપર લોકોને ઝુમતા કર્યા, વીડિયો થયો આખા દેશમાં વાયરલ

કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે બંધ થયેલા સિનેમાના કારણે લોકો ઓટીટી પ્લેટફોર્મ ઉપર વળ્યાં અને તેમાં ઘણી બધી વેબ સીરીઝો પણ જોવા લાગ્યા, આ બધામાં એક વેબ સિરીઝ આખા ભારતમાં ખુબ જ પ્રચલિત થઇ, જે હતી મની હાઈટ્સ. આ વેબ સિરીઝની ચાર સીઝન જોયા બાદ પાંચમી સીઝનની લોકો કાગડોળે રાહ જોવા લાગ્યા અને હાલમાં જ તે વેબ સિરીઝની પાંચમી સીઝન પણ રજૂ થઇ અને લોકોએ તેને ખુબ જ પ્રેમ આપ્યો.

મની હાઈટ્સ વેબ સિરીઝનું એક ગીત સૌના મોઢે રમતું થયું અને તે હતું “Bella Ciao, Bella Ciao”. આ ગીતની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ કે જ્યાં જાઓ ત્યાં તમને આ ગીત સાંભળવા મળતું ત્યારે હાલમાં જ યોજાયેલા એક કાર્યક્રમની અંદર એક ગુજરાતી કલાકાર દ્વારા આ ગીતના શબ્દોમાં થોડો બદલાવ કરીને આ ગીતના સુર તાલ સાથે એક અલગ ગીત બનાવ્યું.

સોશિયલ મીડિયા ઉપર આ ગીતનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ એક કાર્યક્રમની અંદર “Bella Ciao, Bella Ciao” ગીતને ગુજરાતી અંદાજમાં રજૂ કરી રહ્યો છે. આ વીડિયોની અંદર પાછળ બેકગ્રાઉન્ડમાં “ભૂતમામા મંદિર”ના 23માં પાટોત્સવનું બેનર લાગેલું પણ જોવા મળી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ખુબ જ દેશી અંદાજમાં આ વ્યક્તિ હાર્મોનિયમ અને તબલા ઉપર “Bella Ciao, Bella Ciao” ગીત લહેરાવી રહ્યો છે અને વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે તે કલાકાર દ્વારા આ ગીત લલકારતા લોકો પણ ખુબ જ ઉત્સાહિત બની જાય છે. અને તેને જોતા જ લોકો બુમા બૂમ કરીને ગીતને વધાવી લેતા પણ જોવા મળે છે. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશેની હજુ કોઈ પુષ્ટિ નથી થઇ રહી, પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે.

Niraj Patel