બોલિવુડ અભિનેતા સલમાન ખાનના ભાઇ, ડાયરેકટર અને પ્રોડયુસર સોહેલ ખાનનો જન્મ 20 ડિસેમ્બર 1970ના રોજ મુંબઇમાં થયો હતો.સોહેલ ખાને તેમના કરિયરની શરૂઆત ડાયરેકટરથી કરી હતી.

વર્ષ 1997માં સોહેલ ખાને ફિલ્મ ઔજારથી બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મમાં સલમાન ખાન, સંજય કપૂર અને શિલ્પા શેટ્ટી જોવા મળ્યા હતા. ત્યાર બાદ સોહેલ ખાને પ્યાર કિયા તો ડરના કયા ફિલ્મ બનાવી જે સુપરહિટ રહી હતી. આ દરમિયાન સોહેલ ખાને ગર્લફ્રેન્ડ સીમા સચદેવ સાથે ભાગીને લગ્ન કર્યા હતા. સોહેલ ખાનના જીવનમાં એક એવી અભિનેત્રી પણ આવી હતી જેના કારણે તેમના લગ્ન જીવનમાં થોડી મુશ્કેલીઓ આવી.

બોલિવુડ સેલેબ્સ માટે એકસ્ટ્રા મૈરિટલ અફેયર એ કોઇ મોટી વાત નથી ઘણા સેલેબ્સ એવા છે કે, જેના લગ્ન થયા હોવા છતા બીજા કોઇ સાથે અફેયર હોય. સલમાન ખાનના ભાઇ સોહેલ ખાનના લગ્ન થયા હોવા છતા તે કોઇ એકટ્રેસ સાથે રિલેશનમાં હતા તે અભિનેત્રી કોઇ નહિ પરંતુ હુમા કુરેશી હતી જે બોલિવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

તમને ખ્યાલ હશે કે, સોહેલ ખાનના લગ્ન થઇ ચૂક્યા છે અને તેમને બાળકો પણ છે. જ્યારે તેમની પત્નિને આ વાતની ખબર પડી ત્યારે તે તેના પતિથી ગુસ્સે થઇ ગઇ હતી અને ગુસ્સામાં ઘર છોડીને પણ જતી રહી હતી. ખબરો અનુસાર, તેમની પત્નિ ઘર છોડીને જતી રહી અને તે બાદ સોહેલ ખાન અને હુમા કુરેશી ક્રિકેટ લીગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા અને તે બાદ અફવાઓ ફેલાવા લાગી.

સોહેલ ખાને તેની ટીમના બ્રાન્ડ એમ્બેસેડર હુમાને બનાવી હતી. જે બાદ તેમના વચ્ચેના અફેયરની ચર્ચાઓ ચારેકોર થવા લાગી. હુમા કુરેશીએ આ વાત પર જે અફવાઓ ફેલાઇ રહી હતી તે દરમિયાન કહ્યુ કે, મીડિયાવાળા મારા જીવનની કોઇ પણ ખોટી અફવાઓ ન ફેલાવે.

આ દિવસોમાં સોહેલ ખાનની પત્નિ સીમા વેબ શો ફેબ્યુલસ લાઇફ ઓફ બોલિવુડ વ્હાઇફસને કારણે ચર્ચામાં હતી. આ સિરીઝને જોયા બાદ બધાના મનમાં કન્ફયુઝન થવા લાગ્યુ કે, સોહેલ અને સીમા એકસાથે કેમ નથી રહી રહ્યા ? આ કારણથી લોકો સવાલ પણ ઉઠાવતા રહ્યા.