બર્થ ડે પાર્ટી પડી મોંઘી : ડ્રગ્સ સાથે પકડાઇ ગઇ ‘બિગબોસ’ ની આ દિગ્ગજ અભિનેત્રી – જુઓ

નાસિકના ઇગતપુરીમાં રેવ પાર્ટી પર રેડ દરમિયાન પોલિસે ડ્રગ્સ લઇ રહેલા લોકોની ધરપકડ કરી છે. પોલિસે શનિવારે રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ 22 જેટલા લોકોની ધરપકડ કરી છે. તેમાં એક અભિનેત્રી પણ સામેલ છે. અભિનેત્રી સાથે સાથે વિદેશી મહિલા, મરાઠી અને સાઉથ અભિનેત્રી સાથે બે મહિલા કોરિયાગ્રાફર્સની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ 22 લોકોમાં જે અભિનેત્રી છે તેનું નામ હિના પાંચાલ, જે મરાઠી ફિલ્મોની અભિનેત્રી છે. પાર્ટીમાં બધા લોકો પીયૂષ શાહની બર્થ ડે પાર્ટી માટે શુક્રવારે સવારે ઇગતપુરીના સ્કાઇ તાજ વિલામાં ગયા હતા. જયાં રાત્રે 12 વાગ્યે પીયૂષની કેક કાપવામાં આવી અને શનિવારે રાત્રે રેવ પાર્ટી શરૂ થઇ.

આ પાર્ટીમાં બધા લોકો નશામાં ધૂત હતા અને ડ્રગ્સનું સેવન કરી રહ્યા હતા. શનિવારે રાત્રે 8 વાગ્યા બાદ રેવ પાર્ટી શરૂ થઇ હતી. યુવક-યુવતિ નશામાં ધૂત હતા અને નાચી રહ્યા હતા તેમજ હુક્કો, હશીશ, ગાંજો અને નીશીલી દવાઓનું સેવન કરી રહ્યા હતા.

આ બાબતે પોલિસનું માનવુ છે કે, પાર્ટી એક મોટા ડ્રગ રેકેટને સામે લાવશે, જયાં પાર્ટી માટે ડ્રગ્સ લાવવામાં આવ્યુ, તેની શોધ માટે મુંબઇ પોલિસની ટીમ પહોચી છે. પોલિસ પૂછપરછ માટે મુંબઇથી એક નાઇજીરિયાઇ નાગરિકની ધરપકડ કરી ઇગતપુરી લાવી છે.

હિના પાંચાલે હિંદી અને મરાઠી બંને ફિલ્મોમાં કામ કર્યુ છે. તે આઇટમ સોન્ગ “બલમ મુંબઇ” અને “બેવડા બેવડા જાલો મી ટાઇટ” માટે પણ મશહૂર છે.

તમને જણાવી દઇએ કે, હિના પાંચાલ “બિગબોસ” મરાઠીનો ભાગ રહી ચૂકી છે. હિના વર્ષ 2020 ફેબ્રુઆરીમાં ટીવી શો “મુજસે શાદી કરોગે”માં જોવા મળી હતી.

Shah Jina