ટીવીની આ અભિનેત્રીએ પોતાના અભિનેતા પતિને આપી શાનદાર અને મોંઘીદાટ કારની ભેટ, જુઓ તસવીરો

4 મહિના પહેલા જ આ મોંઘી ગાડી બુક કરાવી હતી, લાંબા સમયની ઈચ્છા પૂરી થતાં નાના બાળકની જેમ ઉછળી પડ્યો હતો એક્ટર- જુઓ તસવીરો

મોટાભાગના પતિઓ પોતાની પત્ની માટે ગિફ્ટ લાવતા હોય છે, તો ઘણી પત્નીઓ પણ પોતાના પતિને ખુશ કરવા માટે શાનદાર ભેટ પણ ક્યારેક આપે છે ત્યારે આ લિસ્ટમાં હવે ટીવીની ખ્યાતનામ અભિનેત્રી બરખા સેન ગુપ્તાએ પોતાના પતિ ઇન્દ્રનીલને એક શાનદાર કારની ભેટ આપીને સામેલ થઇ ચુકી છે.

ટીવીના ખ્યાતનામ કપલ તરીકે બરખા અને ઇન્દ્રનીલ ઓળખાય છે. થોડા સમય પહેલા જ તેમના લગ્નને 13 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી હતી. આ બંનેએ 2 વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2008માં લગ્ન કરી લીધા હતા.

હાલમાં આ કપલની એક 9 વર્ષની દીકરી પણ છે જેનું નામ મીરાં છે. લગ્નની વર્ષગાંઠની ઉજવણી કર્યાના 5 દિવસ બાદ બરખાએ પોતાના પતિ ઈંદ્રનીલને 15 લાખની એક ગાડી ભેટ આપી છે. બરખાએ તેના પતિને મહિન્દ્રાની એક જિપ ગિફ્ટ કરી છે.

બરખા સેન ગુપ્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ઘરે આવેલી નવી કારની ખુશખબરી પણ શેર કરી છે. આ તસ્વીરોમાં તે ઇન્દ્રનીલ સેન ગુપ્તા પોતાની નવી કાર જોઈને ખુબ જ ખુશ નજર આવી રહ્યો છે. આ તસ્વીરોમાં તેમની દીકરી મીરાં અને અભિનેતા કરણવીર મહેર પણ જોવા મળી રહ્યા છે.

બરખાએ તસ્વીર શેર કરવાની સાથે લખ્યું છે, ” કારણ કે મને ઈંદ્રનીલને સરપ્રાઈઝ આપવી પસંદ છે. આભાર મહિન્દ્રા તેને સરપ્રાઈઝ જ રાખવા માટે” એટલું જ નહીં બરખાએ કરણવીરને પણ આ આખા પ્લાનિંગમાં સાથે આપવા માટે આભાર વ્યક્ત કર્યો છે.

બરખાએ જણાવ્યું છે કે ઈંદ્રનીલને આ પ્રકારની ગાડી ખુબ જ પસંદ હતી અને તે આને ખરીદવાનું પણ વિચારી રહ્યો હતો. પરંતુ બરખા ઇચ્છતી હતી કે લગ્નની વર્ષગાંઠ ઉપર જ તેને આ કાર ભેટ આપવામાં આવે.

બરખા આગળ જણાવે છે કે પોતાના પતિથી આ વાતને આટલા ટાઈમ સુધી છપાવી રાખવી ખુબ જ મુશ્કેલ હતી. પરંતુ તેમાં કરણવીરે તેની ખુબ જ મદદ કરી હતી. જયારે બરખાએ તેના પતિને આ કારની ભેટ આપી ત્યારે તે 5 વર્ષના બાળકને જેમ રમકડું મળી જાય તેમ જ ખુબ જ ઉત્સાહીત જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Barkha Sengupta (@barkhasengupta)

Niraj Patel