બપ્પી દા પાછળ આટલા કરોડની સંપત્તિ છોડી ગયા, થોડા સમય પહેલા મંગાવી હતી 55 લાખની ટેસ્લા કાર

બોલિવૂડ સિંગર બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલ જુહુમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા ત્યારબાદ તેમને રજા આપવામાં આવી હતી પરંતુ તેમની તબિયત સતત બગડી રહી હતી. બપ્પી લહેરીનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ આલોકેશ લહેરી રાખ્યું હતું. તેમના માતા-પિતા અપરેશ લહેરી અને બાંસુરી લહેરી બંને બંગાળી ગાયકો અને સંગીતકારો હતા. તેમણે પોતાના કરિયરમાં ઘણા શાનદાર ગીતો ગાયા અને લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું. બપ્પી લહેરીના ઘરની વાત કરીએ તો મુંબઈમાં તેમની પાસે એક લક્ઝરી ઘર છે, જે તેમણે વર્ષ 2001માં ખરીદ્યું હતું. મળતી માહિતી મુજબ તેમના આ સુંદર ઘરની કિંમત લગભગ 3.5 કરોડ છે.

બપ્પી લહેરીએ વર્ષ 2014માં, પશ્ચિમ બંગાળના સેરામપુરથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી, જ્યારે તેમણે એક એફિડેવિટ રજૂ કરી હતી, જે મુજબ તેમની પાસે 754 ગ્રામ સોનું હતું, જેની કિંમત (તે સમયે) 17,67,451 રૂપિયા હતી. બપ્પી લહેરીની સંપત્તિની વાત કરીએ તો મીડિયા રીપોર્ટ અનુસાર તેમની પાસે કુલ 12 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ સિવાય તેમની પાસે 5 કાર હતી જેમાં BMW અને Audi સામેલ છે. તેમની પાસે 55 લાખ રૂપિયાની ટેસ્લા એક્સ કાર છે. સેલિબ્રિટીના નેટવર્થ એટલે કે સંપત્તિની માહિતી આપનારી પોર્ટલ Caknowledge મુજબ બપ્પી દા પાસે 5 લક્ઝરી કાર હતી જેમાં BMW ઑડી શામેલ હતી. આ સાથે, બપ્પી લગભગ 4.62 કિલો ચાંદીના ઘરેણાં હતા જેની કિંમત (તે સમયે) 2,20,000 રૂપિયા હતી.

એટલું જ નહીં, બપ્પી લહેરીએ હિટ ગીતોની યાદમાં પોતાના ઘરમાં ગોલ્ડ પ્લેટેડ ડિસ્ક લગાવી છે. બપ્પી લહેરી બોલિવૂડના સૌથી ધનિક ગાયકોમાંથી એક હતા. જો કે છેલ્લા ઘણા સમયથી તે બહુ સક્રિય ન હતા. જો તેમની કમાણીની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર તે એક ગીત માટે 8-10 લાખ રૂપિયા સુધી ચાર્જ લેતા હતા. બીજી તરફ જો તેમના લાઈવ કોન્સર્ટની વાત કરીએ તો તે એક કલાકના પરફોર્મન્સ માટે 20-25 લાખ રૂપિયા લેતો હતો. બપ્પી લહેરી બોલિવૂડના એવા પ્રસિદ્ધ સંગીતકાર અને ગાયક હતા, જેમનો ઉલ્લેખ સોનાના આભૂષણોથી લદાયેલામાં થતો. બપ્પી દાએ ​​દુનિયાને અલવિદા કહી દીધું છે.

બપ્પી લહેરીના પ્રખ્યાત ગીતોમાં જીમી, જીમી, યાદ આ રહા હૈ, તમ્મા તમ્મા લોગે, દે દે પ્યાર દે, રાત બાકી બાત બાકી, ઇન્તેહા હો ગઈ, આઇ એમ ડિસ્કો ડાન્સર જેવા ગીતોનો સમાવેશ થાય છે. રીપોર્ટ અનુસાર વર્ષ 1986માં તેમણે 33 ફિલ્મોમાં 180 ગીતો ગાયા હતા. તેમનો રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલ છે. ફિલ્મ નિર્માતા દ્વારા તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

બપ્પી લહેરી પાસે 754 ગ્રામ સોનું છે અને 4.62 કિલો ચાંદી છે. હાલ સોનાનો ભાવ 51 હજાર રૂપિયા છે, જેના પ્રમાણે બપ્પી દા પાસે લગભગ 40 લાખ રૂપિયાનાં સોના-ચાંદી છે. દિવ્ય ભાસ્કરના રીપોર્ચ અનુસાર કુલ સંપત્તિની વાત કરવામાં આવે તો બપ્પી દા 20 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હતા. બપ્પી દાની જ જેમ તેમની પત્ની ચિત્રા પણ સોના અને ડાયમંડના શોખીન છે. વર્ષ 2014માં તેમણે ઉમેદવારી નોંધાવતાં સમયે જણાવ્યું હતું કે તેમની પાસે બપ્પી દા કરતાં પણ વધારે 967 ગ્રામ સોનું, 8.9 કિલો ચાંદી અને 4 લાખ રૂપિયાના હીરા છે.

Shah Jina