ખબર

બેંક લોકરમાં રાખેલું સોનુ જો ચોરી થઇ જશે તો નહિ મળે એક પણ રૂપિયો, જાણી લો આ નવો નિયમ

સોનુ જો ચોરી થઇ જશે તો તમને ફૂટી કોળી પણ નહિ મળે, જાણો કેમ

આપણા દેશમાં મોટાભાગના લોકોને સોનુ પહેરવું ગમતું હોય છે, અને ઘણા લોકો સોનુ ખરીદતા પણ હોય છે. ઘરમાં સોનુ ચોરી થવાના ડરથી ઘણા લોકો પોતાના સોના ચાંદીના કિંમતી ઘરેણાં બેંકના લોકરમાં રાખતા હોય છે. મોટાભાગના લોકો એમ વિચારે છે કે બેંકના લોકરમાં રાખેલું સોનુ સુરક્ષિત હશે, પરંતુ આ વાત ઘણા લોકોને નથી ખબર કે બેંકમાં રાખેલું સોનુ પણ ખતરાથી ભરેલું છે.

Image Source

વાંચીને થોડી નવાઈ લાગે પણ આ હકીકત છે, એક નિયમ પ્રમાણે બેંકમાં રાખેલું સોનુ અથવા તમારો કોઈ કિંમતી સમાન જો ચોરી થઇ જાય છે તો તેની જવાબદારી બેંકની રહેતી નથી. તે જવાબદારી તમારા માથે જ રહે છે.

Image Source

લોકરમાં રાખવામાં આવેલું સોનુ કેટલું કિંમતી અને કેટલું સુરક્ષિત છે તેના ઉપર વર્ષ 2017માં રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન પર તમારે ધ્યાન આપવું પડે. જેમાં જણાવ્યા પ્રમાણે “બેંકોની એ કોઈ જ જવાબદારી નથી બનતી કે કોઈપણ દુર્ઘટના થવા ઉપર લોકરમાં રાખેલી કિંમતી વસ્તુઓની ભરપાઈ ગ્રાહકને કરે.”

Image Source

જેનો મતલબ એ છે કે જો કોઈપણ પ્રકારની અઘટિત ઘટના બેંકમાં બને છે જે જેવી કે, બેંકમાં ચોરી, આગ લાગવી, પ્રાકૃતિક આપદા, યુદ્ધ જેવા હાલતમાં બેંક પોતાના ગ્રાહકને ભરપાઈ નહીં કરે. એવું એટલા માટે કે બેંકના લોકર એગ્રીમેન્ટમાં દેયતા ભુગતાન વિશે કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. બધી જ જવાબદારી ગ્રાહકના માથે રહેલી હોય છે.

Image Source

પરંતુ તમે તમારા કિંમતી સામાનનો વીમો કરાવી શકો છો. પોતાના સોના ચાંદીના ઘરેણાંનો વીમો કરાવી લો જેના કારણે તેને તમારે અલગથી બેંક લોકરમાં રાખવાની પણ જરૂર નહીં પડે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.