કાલીસિંધ નદીના કિનારે ઝાલાવાડથી લગભગ 10 કિલોમીટર દૂર મુકંદરા પર્વતની એક ઊંચી ચટ્ટાન પર પ્રાકૃતિક ગણેશ પ્રતિમા સદીઓથી બનેલી છે. બલિંડા ઘાટની એક ચટ્ટાન પર ઉભરેલી લગભગ 30 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન માટે બે પહાડીઓ વચ્ચે બનેલ દુર્ગમ રસ્તાને પાર કરવો પડે છે. અહીંનો રસ્તો બિલકુલ સરળ નથી. જાણકાર લોકો જ અહીં સુધી પહોંચી શકે છે.
દૈનિક ભાસ્કરની ટીમ અહીં પહોંચી હતી, જયાં 45 ફૂટ ઊંચા પહાડ પર ગણેશજીની લગભગ 30 ફૂટ ઊંચી પ્રતિમા બનેલી છે. પ્રાકૃતિક રીકે બનાવેલી આ પ્રતિમાને આસપાસ લોકો પ્રકટ ગણેશના રૂપમાં ઓળખે છે. પ્રાચીન સમયથી જ આ જગ્યાની આસ્થા છે. લોકો તેને બલિંડા ઘાટના ગણેશજીના નામે ઓળખે છે. તેમનું કહેવુ છે કે, આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યુ નથી, પરંતુ તે સ્વયં પ્રકટ થઇ છે.
ખાસ વાત તો એ છે કે, માલવા અને હાડૌતીના લોકો લગ્નનું પહેલુ આમંત્રણ વિનાયકને આપવાા આવે છે. પાંચ ખંડોમાં બનેલી આ પ્રતિમાના કાન, શીષ, લલાટ અને સૂંઢ છે. જલદુર્ગ ગાગરોનના ઠીક પાછળ મુકંદરા પર્વતમાાળાાની બે શ્રૃંખલાઓ વચ્ચે કાલીસિંધ નદી છે. બલિંડા ઘાટ અહીંથી લગભગ 2 કિમી દૂરી પર સ્થિત છે. અહીં સુધી પહોંચવા માટે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ચટ્ટાનો પર ઉતાર ચઢાવ સાથે જ કાચા રસ્તાથી અહીં પહોંચવુ પડે છે. પરંતુ લોકોની આસ્થા આગળ તો આ રસ્તા પણ હાર માની જાય છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. લોકો તેમના શુભ કાર્યની શરૂઆત પહેલા અહીં પૂજા અર્ચના કરવા જાય છે. વર્ષોથી લોકો અહીં આવી રહ્યા છે.
સૌજન્ય : દૈનિક ભાસ્કર