વહુએ સાસુ સામે કર્યો આઇટમ સોંગ પર ડાન્સ, સાસુમાએ આપ્યુ એવું રિએક્શન કે…જોઇ ઉડી જશે હોંશ
સાસુ અને વહુ વચ્ચેના સંબંધો પર ઘણા ટીવી શો છે, જેમાં તેમની વચ્ચે તુ-તુ-મેં-મેં જોવા મળે છે. હા, સાસુ અને વહુના સંબંધોમાં પ્રોબ્લેમ હોય છે, તેમના વચ્ચે વિવાદો વધુ હોય છે અને મજા ઓછી હોય છે. આવું ઘણા ઘરોમાં જોવા મળે છે. ઘણી વહુઓ કહે છે કે સાસુ પોતાની દીકરીની જેમ વહુઓ સાથે કેમ નથી વર્તતી, જ્યારે સાસુ ફરિયાદ કરે છે કે પુત્રવધૂ અમારી સાથે માતાની જેમ કેમ વર્તતી નથી.
જો કે કેટલાક ઘરોમાં સાસુ અને વહુ વચ્ચેના સંબંધો ખૂબ જ શાનદાર હોય છે, જેનું લેટેસ્ટ ઉદાહરણ એક વીડિયોમાં જોવા મળે છે. આ ક્લિપથી ઈન્ટરનેટ પર એવું વાતાવરણ ઊભું થયું, જેને જોઈને ઘણી વહુઓ લખી રહી છે કે તેમની સાસુ કેમ આવી નથી. આ વાયરલ ઈન્સ્ટાગ્રામ રીલમાં આપણે સાસુ-વહુને રસોડામાં રસોઈ બનાવતા જોઈ શકીએ છીએ. જ્યારે પુત્રવધૂ સાડીમાં રસોડામાંથી બહાર આવી રેસ 3 ફિલ્મના જેકલીનના ગીત ‘લત લગ ગઈ…’ પર મસ્તીથી ડાન્સ કરતી જોવા મળે છે.
જોકે, શરૂઆતમાં સાસુ વહુને જોતી નથી. પરંતુ જયારે તે પુત્રવધૂને અદ્ભુત ડાન્સ મૂવ્સ કરતી જોવે છે, તો તેના ચહેરા પર સ્મિત આવી જાય છે. આટલું જ નહીં પુત્રવધૂ સાસુની નજીક જઈને નાચવા લાગે છે. સાસુ અને વહુની આ બોન્ડિંગ જોઈને સોશિયલ મીડિયાની જનતા તેમના ફેન બની ગઈ છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. સેંકડો યુઝર્સ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
View this post on Instagram
એક વ્યક્તિએ લખ્યું – જો દરેક ઘરમાં સાસુ અને વહુની આવી જોડી હોય તો ઘર નહીં તૂટે, જ્યારે બીજાએ લખ્યું કે મારી સાસુ આવી કેમ નથી. આ વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે. આટલું જ નહીં, હજારો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકો કોમેન્ટ સેક્શનમાં અલગ-અલગ અને ફની રિએક્શન આપતા જોવા મળ્યા હતા.