“બાગબાન” ની દિગ્ગજ અભિનેત્રીએ પતિનો કાંડ બહાર પડ્યો…એવું ગંદુ ગંદુ કર્યું કે હચમચી જશો
મનોરંજન જગતની દુનિયા બહારથી જોવામાં ચકાચોંધથી ભરેલી લાગે છે, પરંતુ વાસ્તવિકતા કંઇક બીજી જ હોય છે. અહીં સંબંધ જલ્દી બને છે અને જલ્દી તૂટે પણ છે. છેલ્લા દિવસોમાં ટીવી જગતના કેટલાક સ્ટાર્સના સંબંધ તૂટવાની ખબરો સામે આવી છે. યે રિશ્તા કયા કહેલાતા શોમાં નૈતિકનું પાત્ર નિભાવતા કરણ મેહરા અને તેમની પત્ની નિશા રાવલના પણ અલગ થવાની ખબર છેલ્લા દિવસોમાં સામે આવી હતી.
આ દિવસોમાં હની સિંહ પર પણ તેમની પત્ની શાલિની તલવારે ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત પણ ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ વચ્ચે ઇન્ડસ્ટ્રીથી બીજી એક ખબર સામે આવી રહી છે. “બાગબાન” અને “નાગિન 2” ટીવી શોમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી આરઝૂ ગોવિત્રિકરે પતિ સિદ્ધાર્થ સબરવાલ પર ઘરેલૂ હિંસા અને દગો આપવાનો આરોપ લગાવ્યો છે અને છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.
તેણે તેના પતિ વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે અને અભિનેત્રી હવે તેના પતિ સિદ્ધાર્થ સબરવાલ સાથે રહેવા નથી માંગતી. વર્ષ 2019 ના માર્ચ મહિનામાં આરઝૂએ વર્લી પોલિસ સ્ટેશનમાં સિદ્ધાર્થ વિરૂદ્ધ નશામાં મારપીટ કરવાનો આરોપ લગાવી FIR દાખલ કરાવી હતી.
અભિનેત્રીએ જણાવ્યુ હતુ કે, તેનો પતિ બાથરૂમમાં લઇ જઇ મારપીટ કરતો હતો, ત્યાં 2 વર્ષ બાદ આરઝૂએ આ ઘટનાને લઇને વાત કરી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન આરઝૂએ જણાવ્યુ કે, આ હકિકત છે કે, હું મારા પતિ સાથે છૂટાછેડા લઇ રહી છુ. હવે હું થાકી ગઇ છું. હવે હું પાછળ હટવાની નથી. મેં આ સંબંધને બચાવવાની પૂરી કોશિશ કરી પરંતુ હું સફળ ન થઇ.
આરઝૂએ આગળ જણાવ્યુ કે, મેં કયારેય પણ મીડિયા સાથે આ વિશે વાતચીત કરી નથી. 2 વર્ષ બાદ હું આજે આ વિશે બોલી રહી છું. તે માણસે મને ગળુ પકડીને ઘસેડી હતી, તેણે મને ખૂબ જ મારી. તેણે મને ફ્લેટથી પણ બહાર કરી દીધી હતી. તેણે મારા પેટ પર પણ લાત મારી હતી. તેણે મારી પટ્ટા વડે પિટાઇ કરી હતી. હું ઇચ્છતી ન હતી કે કોઇ મને આવી હાલતમાં જુઓ. તે મને ગંદી ગાળો પણ આપતો હતો. તે ઇચ્છતો કે હું ઘરની નોકરાણી બનીને રહું.
આરઝૂ ગોવિત્રિકર પોપ્યુલર અભિનેત્રી અદિતિ ગોવિત્રિકરની બહેન છે. ઇટાઇમ્સના એક રીપોર્ટ અનુસાર, આરઝૂએ વર્ષ 2019માં જયારે પતિ વિરૂદ્ધ ઘરેલુ હિંસાનો કેસ કર્યો ત્યારે તેણે આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ દારૂ પીવે છે. દારૂને લઇને જ તેનો પતિ સાથે ઝઘડો થયો હતો. આવા જ એક ઝઘડામાં તેનો પતિ તેને સવારે 4 વાગ્યે ઘસેડીને બાથરૂમમાં લઇ ગયો હતો અને ખરાબ રીતે મારી હતી.