એવોર્ડ નાઇટમાં દેસી ગર્લ બની છવાઇ ગઇ દીપિકા પાદુકોણ, ઇન્ટરનેશનલ સ્ટેજ પર એક્ટ્રેસના સાડી લુક પર અટકી બધાની નજર

BAFTA 2024 માં દેસી ગર્લ બની ચમકી દીપિકા પાદુકોણ, સિતારોથી સજેલી સાડીમાં લાગી ક્વિન- લુક વાયરલ

બાફ્ટા એવોર્ડમાં ફિલ્મ ઓપેનહાઇમરને સૌથી વધારે 7 એવોર્ડ : કિલિયન મર્ફી બેસ્ટ એક્ટર, એમા સ્ટોન બેસ્ટ એક્ટ્રેસ, સાડીમાં જોવા મળી દીપિકા પાદુકોણ

18 ફેબ્રુઆરીની રાત્રે 77માં બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. બાફ્ટા એવોર્ડ્સ એટલે કે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ એવોર્ડ્સ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાયો હતો. બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ BAFTA એવોર્ડ્સમાં પ્રેઝેંટર તરીકે ભાગ લીધો હતો. દીપિકા પાદુકોણે એવોર્ડમાં ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ માટે અભિનેતા જોનાથન ગ્લેઝરને અંગ્રેજી સિવાયની ભાષામાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપ્યો હતો.

દીપિકાએ એવોર્ડના રેડ કાર્પેટ પર સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે ગોલ્ડન શિમરી સાડીમાં જોવા મળી હતી. આ સાથે તેણે મેચિંગ બ્લાઉઝ કેરી કર્યુ હતુ અને વાળને બનમાં કેરી કર્યા હતા. આ ઉપરાંત તેણે મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. દીપિકા પાદુકોણે આ લુકની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે, અને આ તસવીરો જોયા બાદ ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી. એક્ટ્રેસે બાફ્ટા એવોર્ડ્સમાં પ્રેઝેંટર તરીકે પસંદ થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ચાહકો એવોર્ડ નાઇટમાં દીપિકાના સાડી લુક બદલ તેના પર ગર્વ અનુભવી રહ્યા છે. જણાવી દઇએ કે, બાફ્ટા ફિલ્મ એવોર્ડ સમારોહમાં હોલિવૂડની ફિલ્મ ઓપેનહાઇમરનો દબદબો રહ્યો. 13 કેટેગરીમાં ઓપેનહાઇમરને નોમિનેટ કરવામાં આવી હતી. આ ફિલ્મ સર્વશ્રેષ્ઠ નિર્દેશક, સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી, સર્વશ્રેષ્ઠ સંપાદન, સર્વશ્રેષ્ઠ મૂળ સ્કોર, સહાયક અભિનેતા (પુરુષ), શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન, શ્રેષ્ઠ મેક-અપ અને વાળ જેવી 13 કેટેગરીમાં નામાંકિત થઈ છે.

હોલીવુડના દિગ્ગજ અભિનેતા સીલિયન મર્ફીને ઓપેનહાઇમર માટે સર્વશ્રેષ્ઠ અગ્રણી અભિનેતાનો એવોર્ડ મળ્યો. જો કે, આ વર્ષે કોઈ ભારતીય ફિલ્મને બાફ્ટામાં નોમિનેશન મળ્યું નથી. દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે હ્રતિક રોશન સાથે ફિલ્મ ‘ફાઇટર’માં જોવા મળી હતી. હવે તેની અપકમિંગ ફિલ્મ રોહિત શેટ્ટી નિર્દેશિત ‘સિંઘમ 3’ છે, જેમાં તે કોપ અવતારમાં જોવા મળશે.

જો કે, બાફ્ટા એવોર્ડ દરમિયાનની દીપિકાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેને જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે પોતાનો બેબી બમ્પ છુપાવી રહી છે. ચાહકોની નજર દીપિકાની સ્ટાઈલ પર છે જેમાં તેણે પોતાના પલ્લુ વડે ખૂબ જ સુંદર રીતે પોતાનું પેટ ઢાંક્યું છે. એકે કહ્યું- મને લાગે છે કે દીપિકા પ્રેગ્નેટ છે, તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે અને તેના હાથનો આકાર ઘણું બધું કહી જાય છે. જો કે, દીપિકાના કેટલાક સમર્થકો એવું પણ કહેતા જોવા મળે છે કે આ જાહેર ચર્ચાનો વિષય નથી.

Shah Jina