સાવરકુંડલામાં બેકાબુ બનેલા ટ્રક ડ્રાઈવરે ઝુપડટ્ટી વાળાને કચળી નાખ્યા, 8 લોકોના ઘટના સ્થળ જ થયા મોત, હચમચાવી દેનારો અકસ્માત

દેશભરમાંથી સતત અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ઘણી હિટ એન્ડ રનની ઘટનાઓ પણ સામે આવે છે, ગુજરાતમાંથી પણ આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે હાલ એક હચમચાવી દેનારી ઘટના સાવરકુંડલામાંથી સામે આવી રહી છે. જ્યાં એક ટ્રક બેકાબુ બનતા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને કચડ્યા હતા, જેમાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના સાવરકુંડલાના બાઢડા નજીક રોડની સાઈડમાં એક પરિવાર સુઈ ગયો હતો. ત્યારે જ રોડ પરથી પસાર થતી ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઝુંપડામાં રહેતા આઠ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી પ્રમાણે આ અકસ્માત અંદાજીત રાત્રીના 3 કલાકે સર્જાયો હતો. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જયો હતો બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને 108ની ટીમ પહોંચી હતી.

તો આ દુઃખદ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.”

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બીજી ટ્વીટ કરીને એમ પણ જણાવ્યું છે કે, “કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ…”

Niraj Patel