ખબર

આ ગુજરાતીની જાન આવી હૅલિકૉપ્ટરમાં, 500-2000ની નોટોનો વરસાદ સાથે લઈને આવ્યા એકથી એક ચઢિયાતી લકઝરી ગાડીઓ

હાલ અત્યારે જયારે લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે હવે ગુજરાતીઓ પણ બોલિવૂડની હસ્તીઓનો જેમ કે મોટી બીજી કોઈ હસ્તીઓની જેમ શાહી લગ્નનું આયોજન કરે છે. આવા જ એક શાહી લગ્ન તાજેતરમાં જ જામનગરમાં જોવા મળ્યા હતા, કે જેમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. આ લગ્નમાં જાન હેલિકોપ્ટરથી આવી હતી અને વરઘોડામાં અંદાજે એક કરોડથી વધુ રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા.

જામનગરના ચેલા ગામના એક પરિવારે આ રીતે ધામધૂમથી લગ્નનું આયોજન કર્યું હતું. ઋષિરાજસિંહ જાડેજા નામના યુવાનના લગ્નની ખાસિયત એ હતી કે આ લગ્નમાં રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો અને આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા જાન આવી હતી. ફુલેકામાં 2 હજાર અને 500ની નોટોનો વરસાદ કરાયો હતો.

લગ્નમાં એક કરોડ રૂપિયાથી વધુની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. આ લગ્નનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

જુઓ વિડીયો 1:

જુઓ વિડીયો 2:

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.