અયોધ્યા ધામમાં પહોંચ્યો 2400 કિલો અને 25 લાખના ખર્ચે બનેલો વિશાળ ઘંટ, વાગડતાની સાથે જ ગુંજશે “ૐ”નો સ્વર, જુઓ

વાહ આ રામભક્તે અયોધ્યા મોકલ્યો 25 લાખમાં બનેલો 2400 કિલોનો વિશાળ ઘંટ, જોતા જ રામભક્તો પણ બોલી ઉઠ્યા “જય શ્રી રામ”, જુઓ

Ayodhya Ram Mandir Bell : આયોધ્યામાં નિર્માણ પાણી રહેલા રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન 22 જાન્યુઆરીના રોજ થવાનું છે, જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ  જોવા મળી રહ્યો છે, આ નિમિત્તે રામભક્તો દ્વારા દેશભરમાંથી વિવિધ વસ્તુઓ પણ રામ મંદિરમાં અર્પણ કરવામાં આવી રહી છે, જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા પણ જોવા મળે છે. ત્યારે ગતરોજ અયોધ્યામાં 2400 કિલોનો વિશાળ ઘંટ પણ આવી પહોંચ્યો હતો.

2400 કિલોનો ઘંટ :

આ ખાસ ઘંટ ઘુંઘરૂના શહેર એટાના જલેસરમાં બનાવવામાં આવ્યો છે. ઘંટ સોમવારે અયોધ્યા પહોંચી ગયો છે. સાવિત્રી ટ્રેડર્સના માલિક આદિત્ય મિત્તલ અને પ્રશાંત મિત્તલે આ ઘંટ બનાવ્યો છે. તેની કિંમત 25 લાખ રૂપિયા છે. આ ઘંટ ભગવાન રામ લલાને ભેટ તરીકે આપવામાં આવ્યો છે. જલેસર નગરપાલિકા પ્રમુખ વિકાસ મિત્તલે અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિરમાં જલેસરમાં બનેલા ઘંટને સ્થાપિત કરવાની પહેલ કરી હતી. જો કે તેમના મૃત્યુ બાદ પરિવારજનોએ આ કામ પૂર્ણ કર્યું હતું.

5 ધાતુમાંથી બનાવ્યો :

આ ઘંટને લઈને આદિત્ય મિત્તલે જણાવ્યું કે ઘંટને અયોધ્યા લઈ જવા માટે રથ તૈયાર કરવામાં આવ્યો હતો. સોમવારે સવારે 9 કલાકે કાર્યક્રમનું સમાપન થયું હતું. યુપીના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી કેપી મલિકે શોભાયાત્રાની સાથે રથને લીલી ઝંડી આપી હતી. આ ઘંટ 9 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને સોંપવામાં આવ્યો.  આ અષ્ટધાતુ ઘંટ બનાવવામાં પિત્તળ, કાંસ્ય, તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ, સોનું, ચાંદી અને જસતનો સમાવેશ થાય છે.

25 લાખમાં થયો તૈયાર :

2400 કિલોના ઘંટને બનાવવામાં 21 દિવસનો સમય લાગ્યો હતો. આ કામ પૂર્ણ કરવા માટે 70 કામદારોને કામે લગાડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે 2400 કિલોના ઘંટની સાથે 50-50 કિલોના સાત અન્ય ઘંટ પણ અયોધ્યા પહોંચ્યા છે. આ ઘંટની ખાસ વાત એ છે કે ઘંટ ને વગાડવામાં આવશે ત્યારે તેમનાથી “ૐ”નો સ્વર ગુંજશે. જે ખરેખર એક આકર્ષણ બનવાનું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel