પર્લ વ્હાઇટ ડીપનેક લહેંગામાં અવનીત કૌરનો ગોર્જિયસ લુક, ક્લીવેજ દેખાઈ ગઈ તો ફેન્સ ચોંકી ઉઠ્યા, જુઓ બોલ્ડ તસવીરો

પોતાના ડ્રેસથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર અવનીત કૌર આ દિવસોમાં તેના ડીપનેક લહેંગાના કારણે ચર્ચામાં છે. અવનીત કૌરે લહેંગા સાથે ડીપનેક બ્લાઉઝ કેરી કરી બોલ્ડ અવતાર બતાવ્યો. અવનીત હંમેશા ગોર્જિયસ અને બોલ્ડ ડ્રેસમાં ફોટોશૂટ કરાવે છે, અને ચાહકો સાથે શેર પણ કરે છે.

યુવાન છોકરીઓ અવનીત કૌરને ખૂબ ફોલો કરે છે, અને તે બધા તેના દરેક ડ્રેસની કોપી કરવાનો પ્રયાસ કરે છે.હાલમાં જ અવનીત કૌરનો બીજો લહેંગો ટ્રેન્ડમાં છે, જે તેણે થોડા દિવસો પહેલા એક ફોટોશૂટ માટે પહેર્યો હતો. અવનીત કૌરે આ લહેંગામાં દુલ્હન જેવી દેખાતી હતી. આ લહેંગા સાથે તેણે મેચિંગ દુપટ્ટા અને ડીપનેક બ્લાઉઝ કેરી કર્યો હતો.

આ લુક સાથે અવનીતે ગ્રીન અને યલો ઈયરિંગ્સ તેમજ માંગ ટિકો પણ પહેર્યો હતો, જે તેના દેખાવને ખૂબ જ રસપ્રદ બનાવી રહ્યો હતો. મેકઅપની સાથે ખુલ્લા વાળ અવનીત કૌરની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. આ પર્લ વ્હાઇટ લહેંગામાં અવનીત તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી હતી. એક્ટ્રેસની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગઈ.

જણાવી દઇએ કે, અવનીત કૌર એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે, જેનો અંદાજ તેના 30 મિલિયનથી પણ વધારે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ પરથી લગાવી શકાય છે. હાલમાં અભિનેત્રી ખૂબ જ ચર્ચામાં આવી ગઇ હતી,જ્યારે તે હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ સાથે જોવા મળી. ટોમ ક્રુઝ સાથે તસવીરો શેર કરતા તેણે એ પણ જણાવ્યું કે આ ફોટો મિશન ઈમ્પોસિબલના સેટ પર લેવામાં આવ્યો છે, જેના કારણે આ ફોટો વાયરલ થઈ ગયો.

અવનીતે ટીવી શો મેરી માથી અભિનયની શરૂઆત કરી હતી, આ શોમાં તેણે ઝિલમિલની ભૂમિકા ભજવી હતી. આ પછી તે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પાર્ટિસિપન્ટ તરીકે જોવા મળી હતી. તેણે વર્ષ 2012માં શો ‘સાવિત્રી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ સિવાય અવનીત ફિલ્મ મર્દાનીમાં જોવા મળી હતી. વર્ષ 2013માં અવનીત ‘એક મુઠ્ઠી આસમાન’ શોમાં પાખી કપૂરના રોલમાં જોવા મળી હતી. અવનીતે 400થી વધુ ટીવી જાહેરાતોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે અવનીત કૌરે પણ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. તે ‘ટીકુ વેડ્સ શેરુ’માં નવાઝુદ્દીન સાથે જોવા મળી હતી.

અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર ચાહકો સાથે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લગતી અપડેટ્સ શેર પણ કરતી રહે છે. એક્ટ્રેસની ફેન ફોલોઈંગ પણ મજબૂત છે.

Shah Jina