વર્ષ 2024માં ટીવીથી લઇને બોલિવુડ સુધી અનેક સેલિબ્રિટીઝના ઘરમાં બાળકોની કિલકારી ગુંજી છે. રિચા ચઢ્ઢા, દીપિકા પાદુકોણ, નતાશા દલાલ, દ્રષ્ટિ ધામી, રાધિકા આપ્ટે, શ્રદ્ધા આર્યા અને દેવોલિના ભટ્ટાચાર્જી સહિત ઘણી અભિનેત્રીઓએ પોતાના પહેલા બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યુ છે.
હવે આ લિસ્ટમાં મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર સચેત-પરંપરાનો પણ સમાવેશ થઈ ગયો છે. આ કપલ પેરેન્ટ્સ બની ગયા છે. પરંપરાની પ્રેગ્નેંસીના સમાચાર બે મહિના પહેલા જ આવ્યા હતા અને હવે આ કપલે એક વીડિયો દ્વારા બાળકને જન્મ આપવાની જાહેરાત કરી છે. આ કપલે એક વીડિયો દ્વારા પેરેન્ટ્સ બનવાના સારા સમાચાર શેર કર્યા છે.
ક્લિપમાં સાચેત-પરંપરાએ બાળકનો હાથ પકડીને હાર્ટ આકાર બનાવતા નાના હાથ અને પગની ઝલક બતાવી છે. વીડિયોના અંતમાં લખ્યું છે કે, “સચેત-પરંપરાનું દિલ આવી ગયું છે. બેબી બોય થયો છે.” વિડિયો શેર કરતી વખતે પાવર કપલે એક સુંદર કેપ્શન પણ લખ્યું છે.
તેમણે કહ્યું, “મહાદેવના આશીર્વાદ સાથે, અમે અમારા અમૂલ્ય બાળકના આગમનની જાહેરાત કરતા ખૂબ જ ખુશ છીએ. અમે આ સુંદર સમય દરમિયાન તમારા આશીર્વાદ અને શુભકામનાઓ માંગીએ છીએ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય માતા દી.”
સચેત-પરંપરાએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા અને આ વર્ષે ઓક્ટોબરમાં પરંપરાના પ્રેગ્નેંસીના સમાચાર સામે આવ્યા હતા. આ પછી નવેમ્બરમાં પરંપરાએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને પ્રેગ્નેંસીના સમાચારની પુષ્ટિ કરી હતી.
View this post on Instagram