ટીવી અને બોલિવુડ એક્ટ્રેસ અવનીત કૌરે પોતાની એક્ટિંગથી બધાના દિલ જીતી લીધા છે. અવનીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો-વીડિયો શેર કરતી રહે છે. અવનીત ઘણીવાર બોલ્ડ ફોટોશૂટ કરાવે છે અને તેની તસવીરો ચાહકો સાથે શેર કરે છે. ત્યારે હાલમાં અવનીતની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જો કે અવનીતની આ તસવીરો દિવાળી સમયની છે.
અવનીત કૌર આ લુકમાં તેની કિલર સ્ટાઈલ બતાવી રહી છે. પોતાની ફેવરિટ એક્ટ્રેસની તસવીરો લાઈક કરવાની સાથે ફેન્સ સુંદર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. અવનીત કૌરે બ્લેક સાડી સાથે ડીપનેક બ્લાઉઝ કેરી કર્યો છે અને આ સાથે વાળ ખુલ્લા રાખ્યા છે. આ તસવીરો શેર કરતી વખતે અવનીત કૌરે કેપ્શનમાં લખ્યું હતું, રિયલ ફુલઝાડી. અવનીતે આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
23 વર્ષિય અભિનેત્રી અવનીત કૌરે ફિલ્મ મર્દાની (2014)થી બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય અવનીત કૌર ‘ટીકુ વેડ્સ શેરુ’માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળી હતી. અવનીત કૌર ‘અલાદ્દીન-નામ તો સુના હોગા’, ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ ચેમ્પ’, ‘મેરી મા’ જેવી ઘણી ટીવી સીરિયલ્સમાં પણ જોવા મળી હતી.
ટીવી સિરિયલોમાં પોતાના અભિનયથી બધાનું દિલ જીતનાર અવનીત કૌર હવે ફિલ્મોમાં પોતાનો જાદુ બતાવી રહી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવનીત હંમેશા તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે. અવનીત કૌર ફિલ્મોમાં પણ પોતાનો જાદુ બતાવી રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
ફિલ્મો પહેલા અવનીત કૌર ઘણી ટીવી સિરિયલો અને મ્યુઝિક વીડિયો પણ કરી ચૂકી છે.પંજાબના જાલંધરમાં જન્મેલી 23 વર્ષિય એક્ટ્રેસ અવનીત જલ્દી જ હોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. અવનીત કૌરના સોશિયલ મીડિયા પર કરોડો ચાહકો પણ છે. અવનીત કૌરે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પહેલીવાર રાની મુખર્જીની ફિલ્મ મર્દાનીમાં જોવા મળી હતી.
અવનીતે 400થી વધુ ટીવી જાહેરાતોમાં પણ કામ કર્યું છે.ઇન્સ્ટાગ્રામ પર અવનીત કૌરના 30 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જે તેના ફોટા પર લાઇક કરી પ્રેમ વરસાવતા રહે છે. જણાવી દઇએ કે, અવનીત કૌરે તેની આગામી ફિલ્મ ‘મિશનઃ ઈમ્પોસિબલ – ધ ફાઈનલ રેકનિંગ’ના સેટ પર ટોમ ક્રૂઝને મળીને બધાને ચોંકાવી દીધા હતા.
અવનીતે ઇન્સ્ટાગ્રામ પર ટોમ સાથેની તેની મુલાકાતની ઘણી તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના પછી તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.આ તસવીરો જોઈને ચાહકોએ અનુમાન લગાવ્યુ હતુ કે અવનીત હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અવનીતે બાળ કલાકાર તરીકે નાના પડદા પર તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
અવનીતે પોતાના કરિયરની શરૂઆત ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ’થી કરી હતી, આ સિવાય અવનીત ડાન્સ સુપરસ્ટારમાં પણ જોવા મળી હતી.અવનીતે ટીવી શો મેરી માથી અભિનયની શરૂઆત કરી હતી, આ શોમાં તેણે ઝિલમિલની ભૂમિકા ભજવી હતી. આ પછી તે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પણ જોવા મળી હતી. તેણે વર્ષ 2012માં શો ‘સાવિત્રી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આ સિવાય અવનીત ફિલ્મ મર્દાનીમાં જોવા મળી હતી.વર્ષ 2013માં એકવાર અવનીત ‘એક મુઠ્ઠી આસમાન’ શોમાં પાખી કપૂરના રોલમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે અવનીત કૌરે બોલિવૂડમાં પણ ડેબ્યુ કર્યું છે. તે નવાઝુદ્દીન સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’માં જોવા મળી હતી.
View this post on Instagram