પાણીપુરી કે કોઇ પણ સ્ટ્રીટ ફુડ ખાવાની જો એકવાર ઇચ્છા થઇ જાય તો તેને પૂરી કર્યા વગર રહેવાતુ નથી. હાલમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલા કાલી માતાના ગેટઅપમાં હતી અને તેને પાણીપુરી ખાવાની ઇચ્છા થઇ તો તે લુક બદલ્યા વગર જ નજીકની એક લારી પર પહોંચી ગઇ અને હાથમાં બાઉલ લઇ પાણીપુરી એન્જોય કરતી જોવા મળી.
આ રીતે ગોલગપ્પા ખાતી વખતે મહિલાએ એક વીડિયો પરણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરતા જ તે વાયરલ થઈ ગયો. વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલા કાલી માતાના લુકમાં જોવા મળી રહી છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ jayajerry8572 પર શેર કરવામાં આવ્યો છે. આ એક એવી ક્લિપ છે જેને જોયા પછી તમે તમારી જાતને રિએક્ટ કરવાથી રોકી શકશો નહીં.
આ વીડિયોને 34 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. જો કે, જયા જેરીએ આ લુકમાં પોતાની કેટલીક વધુ તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. રસપ્રદ વાત એ છે કે આ વીડિયો ઓક્ટોબરમાં શેર કરવામાં આવ્યો હતો પરંતુ હવે વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો આને પસંદ કરી રહ્યા છે અને ઘણાના મત અલગ છે. એક યુઝરે લખ્યું કે હિંદુ દેવતાઓનો આવો અનાદર ન થવો જોઈએ.
View this post on Instagram
અન્ય એક યુઝરે લખ્યું- તેણે માતાનું ખૂબ જ સુંદર પાસું બતાવ્યું છે. માતાથી બધા ડરે છે પણ આ રૂપ બહુ સારું છે. જ્યારે એક વ્યક્તિએ લખ્યું છે- વાહ ! કાલી માતાને પણ પુચકા (પાણીપુરી) ગમે છે, શું વાત છે ? જો કે એક યુઝર્સે લખ્યું કે- તે એક સામાન્ય માણસ છે, લોકોએ ટાર્ગેટ ન કરવુ જોઈએ.
View this post on Instagram