મનાલીમાં હિમવર્ષા દરમિયાન તાપમાન શૂન્યથી નીચે ચાલ્યુ જાય છે. આ સમયગાળા દરમિયાન ત્યાંના પ્રવાસન સ્થળો અને રસ્તાઓ બરફથી ઢંકાઈ જાય છે. ડિસેમ્બર અને માર્ચ વચ્ચે હિમવર્ષા દરમિયાન મનાલીની મુલાકાત લેવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે આ સમય દરમિયાન તમને ત્યાંના હવામાનને માણવાની પૂરી તક મળે છે. પરંતુ તે દરમિયાન બરફથી ઢંકાયેલા રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય બની જાય છે.
હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કારચાલક પોતાની ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમ છતાં તે સરકી જાય છે અને આગળ વધે છે. ક્લિપનો અંત જોયા પછી કોઈપણ વ્યક્તિના રૂંવાડા ઊભા થઇ જશે. આ વીડિયો બનાવનાર વ્યક્તિ કાર ચલાવતી વ્યક્તિને ચેતવણી પણ આપે છે.
ક્લિપની શરૂઆતમાં તે કહે છે કે અહીં ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ છે, જે પણ અહીં કાર છોડી દે છે, તે સીધી જઇ લપસી જાય છે. આ દરમિયાન જ્યારે ક્રેટા ચલાવતો વ્યક્તિ બ્રેક્સ દબાવીને જઈ રહ્યો હતો, ત્યારે તે વ્યક્તિ તેને બ્રેક ન દબાવવાની સલાહ પણ આપે છે. ગાડી આગળ જઇ પૂરી રીતે વળી જાય છે અને ત્યાં જ ઊભી રહી જાય છે.
આગળના કટમાં રેકોર્ડ કરાયેલા વીડિયોમાં એક વાહનનું પૈડું ખાડા તરફ હવામાં લટકતું જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર આ રીલ પોસ્ટ કરતા @_hamza_murtaza_ નામના યુઝરે લખ્યું- પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ અને બેકાબૂ છે. આ ક્લિપ 10 ડિસેમ્બરે પોસ્ટ કરવામાં આવી હતી અને માત્ર 1 દિવસમાં જ આ રીલને 8 લાખથી વધુ યુઝર્સે લાઇક કરી હતી, જ્યારે 2 કરોડથી વધુ લોકોએ રીલ જોઇ હતી.
View this post on Instagram