આ ઓટોમેટિક કારે તેના માલિકનો જીવ જોખમમાં મુક્યો, રીપેરીંગ કરવા જતા જ થયું એવું કે વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

દેશભરમાં ઘણી બધી દુર્ઘટનાઓની ખબરો સામે આવતી રહે છે, ઘણીવાર એવી અણધારી દુર્ઘટના પણ બનતી હોય છે જેની કલ્પના પણ ના કરી હોય અને તેમાં કોઈનું મોત થઇ જાય છે તો કોઈ ઈજાગ્રસ્ત પણ થઇ જતું હોય છે. આવી ઘણી ઘટનાઓ આસપાસ લાગેલા CCTVમાં પણ કેદ થઇ જતી હોય છે અને તેના વીડિયો સામે આવતા જ આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય છે.

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોનારાને પણ હચમચાવી દીધા છે. લોકો વીકએન્ડ પર તેમના વાહનો સાફ કરે છે અને તેને જાતે રિપેર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ એક વ્યક્તિ ઉપર આવું કરવું ત્યારે ભારે પડી ગયું જયારે તે તેના ઘરની બહાર તેની ઓટોમેટિક કારને રીપેર કરી રહ્યો હતો. આ દરમિયાન એવો અકસ્માત થયો કે જેને જોઈને તમારા હોશ ઉડી જશે. આ ચોંકાવનારા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક માણસને ઓટોમેટિક કાર દ્વારા બળજબરીથી ધક્કો મારવામાં આવ્યો હતો.

તે શટર સાથે અથડાયો હતો. આ દરમિયાન તે વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટના ક્યારે અને ક્યાં બની તે જાણી શકાયું નથી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં વ્યક્તિ, કદાચ બોનેટ ખોલીને અને ડ્રાઇવરની સીટ પર પાછા જતો ઓટોમેટિક કારનું નિરીક્ષણ કરતો જોવા મળે છે. થોડીક સેકંડ પછી તે માણસ ફરીથી એન્જિનના ડબ્બાની નજીક પહોંચે છે, પરંતુ આ દરમિયાન કંઈક ખોટું થઇ જાય છે.

કાર અચાનક સ્ટાર્ટ થાય છે અને સામે રહેલા શટરમાં તે વ્યક્તિ સાથે જ જોરથી અથડાય છે. આ દરમિયાન ત્યાં હાજર એક મહિલા અને અન્ય એક પુરુષ કાર નીચે દબાયેલા પુરુષને છોડાવવા માટે શટર તરફ ભાગતા જોઈ શકાય છે.બીજી તરફ અન્ય એક મહિલા કારની ડ્રાઇવિંગ સીટ પર બેસીને કારને પાછળની તરફ વાળવાનો પ્રયાસ કરતી જોઈ શકાય છે.આ વીડિયો વાયરલ થયા બાદ લોકો ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે અને એ પણ ભય છે કે શું આ ઓટોમેટિક કાર સલામત છે કે નહિ ?

આ ઘટનાને જોતા એવી શક્યતા છે કે આ વ્યક્તિ આ અકસ્માતને કારણે ગંભીર રીતે ઘાયલ થયો હશે અને શટરમાં સંપૂર્ણપણે દટાઈ ગયો હશે.આ વીડિયો ટ્વિટર પર @ragiing_bull નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘જો ઓટોમેટિક વાહન બગડે તો ક્યારેય વાહનની સામે ઊભા ન રહો. કૃપા કરીને તમારા મિત્રો અને સંબંધીઓને ચેતવણી આપો. આ સંદેશને ઉદાહરણ તરીકે શેર કરો.’

Niraj Patel