સ્વામિનારાયણ મંદિરના જગતપાવન સ્વામી અંડર ગ્રાઉન્ડ, પોલિસે 300 સાધુઓની ઓળખ પરેડ કરી
વડતાલ સ્વામિનારાયણ મંદિરના જે.પી.સ્વામી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા છે, જેનું કારણ તેમના વિરૂદ્ધ નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદ છે.વડતાલ સ્વામિનારાયણ મંદિરના જગતપાવન સ્વામી દુષ્કર્મની ફરિયાદ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે હાલ ખબર છે કે પોલીસે વડતાલના 300 સાધુઓની ઓળખ પરેડ કરી છે અને સાધુઓના નિવેદન પણ લીધા છે. જે.પી.સ્વામી ઘણા દિવસથી જોવા ન મળ્યાનું સામે આવ્યુ છે. પોલીસ દ્વારા જેપી સ્વામીના રૂમમાં સર્ચ કરવામાં આવ્યુ, જો કે કંઈ હાથ લાગ્યું નથી.
દુષ્કર્મની ફરિયાદ બાદ વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સહિત 5 સંતોના નિવેદન લેવાયા છે. જગત પાવન સ્વામી 2 વર્ષથી વાડીથી વડતાલ ગયા હતા અને હવે વડતાલમાંથી પણ ગાયબ છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસની ટીમોએ જેપી સ્વામીની શોધખોળ આદરી છે. જેપી સ્વામી વિદેશ પલાયન કરે તેવી આશંકાને પગલે લૂક આઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જણાવી દઇએ કે, આરોપ છે કે 23 વર્ષની યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી.
તેણે પોલીસને જણાવ્યું કે, વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી (જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને વાડી સ્વામિનારાયણ મંદિરે બોલાવી અને આ પછી મંદિરની નીચે એક રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ. આ પછી વીડિયો કોલ કરવા દબાણ કરતા અને જ્યારે પીડિતા વીડિયો કોલ કરતી ત્યારે ફોટા અને વીડિયો ઉતારી લઇ ઇમોશલનલી બ્લેકમેઇલ કરી ધમકી આપતા.