વાયરલ

બુટ ચપ્પલની દુકાનમાં છુપાઈને બેઠું હતું આ જાનવર, અચાનક રોડ પર આવીને આન્ટીની પાછળ એવું દોડ્યું કે વીડિયો થયો વાયરલ

જયારે તમે કોઇ ખતરનાક પ્રાણીને તમારી આસપાસ જુઓ છો તો તમારી ડરીને હાલત ખરાબ થઇ જાય છે અને તમે કાંપવા પણ લાગો છે, બરોબર ને… આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમારી હસી તો છૂટી જશો પરંતુ તમે ડરી પણ જશો. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં એક મહિલા પાસે ખતરનાક જાનવર આવી દોડવા લાગે છે અને તેનાથી પીછો છોડાવવા માટે મહિલા રસ્તા વચ્ચે જ દોડવા લાગે છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, સંભવત: લોકડાઉનને કારણે રસ્તા પર સન્નાટો હોય છે અને ચારે બાજુ દુકાનો બંધ હોય છે.  ત્યારે તેમાંથી એક દુકાનદારને ખબર પડે છે કે દુકાન અંદર મોટી ગરોડી જેવું કોઇ જાનવર છે, જેને બહાર નીકાળવા માટે દુકાનદાર તેનું શટર ખોલે છે અને ત્યારે જ તે જાનવર બહાર નીકળી આમ-તેમ ભાગવા લાગે છે.

જેવુ આ જાનવર રસ્તા પર ભાગવા લાગે છે તો રસ્તા વચ્ચે એક મહિલા તરફ દોડવા લાગે છે. મહિલા તેમનો જીવ બચાવવા માટે ડરીને ભાગવાનુ શરૂ કરી દે છે. જો કે, કેટલીક સેકન્ડમાં તે જાનવર તેનો રસ્તો બદલી બીજી બાજુ જતો રહે છે. આ દરમિયાન તે મહિલાની હાલત જોવાલાયક હોય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)