અમદાવાદમાં ગુજરાત અને મુંબઈની મેચ જોવા આવેલા નીતા અંબાણીને જોઈને ફેન બોલ્યો “ઓ નીતાકાકી”….પછી નીતા અંબાણીએ એવું કર્યું કે… જુઓ

GT અને MIની ચાલુ મેચમાં થઇ નીતા અંબાણીની એન્ટ્રી, ઉત્સાહમાં આવેલા દર્શકે પાડી “નીતાકાકી”ની બૂમ.. અને પછી થયું એવું કે.. જુઓ વીડિયો

Audience shouted Nitakaki :હાલ દેશભરમાં એક જ ચર્ચા ચાલી રહી છે અને તે છે IPLની. સાંજે 7.30 થતા જ દર્શકો ટીવીની સામે ગોઠવાઈ જાય છે અને મેચનો આનંદ માણતા હોય છે. તો આ વર્ષે શરૂઆતથી જ આઇપીએલનો જબરદસ્ત રોમાંચ જોવા મળી રહ્યો છે. આ વર્ષે આઇપીએલમાં ઘણા બધા ફેર બદલ જોવા મળી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સનો ભૂતપૂર્વ કપ્તાન હાર્દિક પંડ્યા તેની જૂની ટીમ મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો ચાલ્યો ગયો છે તો શુભમન ગિલ હાલ ગુજરાત ટાઇટન્સની કપ્તાની કરી રહ્યો છે.

ત્યારે 24 માર્ચના રોજ ગુજરાતની પહેલી જ મેચ મુંબઈ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને 6 રને હાર આપી અને જીતના શ્રીગણેશ કર્યા હતા. ત્યારે આ મેચ જોવા માટે મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીના ઓનર નીતા અંબાણી પણ પોતાના દીકરા આકાશ અંબાણી સાથે અમદાવાદ આવી પહોંચ્યા હતા.

મેચ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં નીતા અંબાણી સ્ટેડિયમમાં ચાલીને જતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન નીતા અંબાણીને જોઈને ચાહકો પણ ખુબ જ ખુશ થઇ જાય છે, ત્યારે જ દર્શકોમાંથી એક અવાજ સામે આવે છે “નીતા કાકી” આ સાંભળીને નીતા અંબાણી પણ હસવા લાગે છે અને દર્શકો સામે હાથ હલાવે છે.

હાલ આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મુકેશ અંબાણી પણ જયારે ગાંધીનગર આવ્યા હતા ત્યારે પણ એક ચાહકે તેમને “મુકાકાકા” કહીને બૂમ પાડી હતી, જે સાંભળીને મુકેશ અંબાણી પણ હસવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel