અમદાવાદમાં મોડી રાત્રે સર્જાયા બિહાર જેવા દૃશ્યો, બોપલમાં 10 લોકોએ બિલ્ડરની કાર રોકીને કર્યો હુમલો, 2 રાઉન્ડ ગોળીબાર થતા મચી નાસભાગ

બૉપલમાં બિહારવાળી ! ફિલ્મી સ્ટાઈલમાં બિલ્ડરની કાર રોકીને 10 લોકોએ કર્યો હુમલો, ફાયરિંગ થતા જ મચી ગઈ ચકચારી, જુઓ વીડિયો

Attack on builder in Ahmedabad : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃતિઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ધોળા દિવસે કોઈ પર હુમલો કરી દેવામાં આવે છે તો સાથે જ મારામારી અને ચોરીની ઘટનાઓ પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. આ બધામાં સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરો આગળ છે. ગતરોજ અમદાવાદમાં પણ એક એવી જ ઘટના જોવા મળી હતી, જેમાં ફિલ્મી સ્ટાઈલમાં 10 લોકોએ બિલ્ડરની કાર પર અચાનક હુમલો કરી દીધો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા મેરીગોલ્ડ રોડ પરથી બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા પોતાની કાર લઈને પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન જ 10 જેટલા લોકોએ તેમની કાર પર હુમલો કરીને કારણે નુકશાન પહોચાડ્યું હતું. ત્યારે કારમાં રહેલા બિલ્ડર ઉપેન્દ્રસિંહે પોતાના સ્વબચાવમાં પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢીને અને હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

ત્યારે આ મામલે હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. હાલ આ મામલે બંને પક્ષ દ્વારા ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આ મામલે તપાસ પણ શરૂ કરી દીધી છે. આ સમગ્ર ઘટનાને લઈને આસપાસના લોકોમાં પણ ચકચારી મચી ગઈ છે. સ્થાનિક દ્વારા આ ઘટનાને કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. જેમાં જોવા મળ્યું  હતું કે બિલ્ડર સફેદ કાર લઈને સ્થળ પરથી ભાગવા જતા હતા ત્યારે જ કાળા રંગની કાર તેમને આંતરીની ઉભી રહી જાય છે.

જેના બાદ પાછળથી કેટલાક યુવકો લાકડી અને પાઇપો લઈને આવે છે અને કાર પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે, આ દરમિયાન બોલ્ડર કાર રિવર્સ લઈને ભાગવામાં સફળ રહે છે. આ ઘટનાને લઈને બોપલ પોલીસ મથકે મારામારી રાયોટિંગ તેમજ જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલસિંહ પરમાર સહિતના દસ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો બિલ્ડર દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના કારણે પોલીસે જાહેરનામાના ભંગ કરવા સહીતની કલમ દાખલ કરી કેસ નોંધ્યો છે.

Niraj Patel