મશહૂર મૌલાના કલીમ સિદ્દીકીની એટીએસે મેરઠથી ધરપકડ કરી ત્યારે હડકંપ મચી ગયો. મુસ્લિમ સમુદાયના લોકોએ રાત્રે પોલિસ સ્ટેશન પહોંચી હંગામો કર્યો હતો. ત્યાં બુધવારના રોજ એટીએસે પૂછપરછ બાદ ઘણા મોટા રાઝ ખોલ્યા તો બધા હેરાન રહી ગયા. જણાવી દઇએ કે, મુજફ્ફરનગરના ખતૌલી ક્ષેત્રના ફૂલત નિવાસી મૌલાના સિદ્દીકી ગ્લોબલ પીસ સેંટરનો અધ્યક્ષ છે અને જમીયત-એ-વલીઉલ્લાહ ટ્રસ્ટનો પણ અધ્યક્ષ છે. તે અભિનેત્રી સના ખાનના નિકાહ કરાવવાને લઇને ચર્ચામાં આવ્યા હતા.
તપાસમાં ખુલાસો થયો છે કે તે કેટલાક મદરેસાને ફંડિંગ પણ કરતો હતો. જેના માટે તેને વિદેશથી ભારે માત્રામાં પૈસાના હવાલા મોકલવામાં આવતા હતા. યૂપી એટીએસ અનુસાર, મુજફ્ફરપુર નિવાસી મૌલાના કલીમ સિદ્દીકી દિલ્લીમાં રહે છે અને વિભિન્ન પ્રકારની શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની આડમાં અવૈદ્ય ધર્માંતરણના કાર્યને અંજામ આપતો હતો. જેના માટે તેને વિદેશથી મોટુ ફંડિંગ આવતુ હતુ. સના ખાને તેનું ફિલ્મી કરિયર છોડી એક મૌલાના સાથે નિકાહ કર્યા બાદ ઇસ્લામિક કલ્ચરથી જીવન વ્યતીત કરવાનો નિર્ણય કર્યો હતો. જે ઘણો ચર્ચાનો વિષય બન્યો હતો.
હવે ધર્માંતરણ મામલે મૌલાના સાથે પૂછપરછ બાદ એટીએસે પૂરા મામલે સનસનીખેજ ખુલાસા કર્યા છે. મૌલાના કલીમ સિદ્દીકીની પ્રારંભિક શિક્ષા ફુલત ગામના એક મદરસામાં થઇ છે. તે બાદ તેમણે પિકરેટ ઇંટર કોલેજ ખતૌલીથી વિજ્ઞાન વર્ગમાં ઇંટરમીડિએટ કર્યુ. મેરઠ કોલેજ, મેેરઠથી બીએસસી પાસ કરી છે. મૌલાના કલીમ સિદ્દીકીની ગણતરી ક્ષેત્રના ઇસ્લામિક વિદ્વાનોમાં થાય છે. છેલ્લા 15 વર્ષ પહેલા મૌલાના કલીમ પરિવાર સહિત દિલ્લીના શાહીનબાગમાં રહી રહ્યા છે. તેમનો મોટો દીકરો અહમદ સિદ્દીકી ગામમાં જ દૂધની ડેરી ચલાવે છે. જયારે નાનો દીકરો અસજદ સિદ્દીકી મૌલાન કલીમ સાથે દિલ્લીમાં રહે છે.
ચાર ભાઇઓમાં મૌલાના કલીમ ત્રીજા નંબરના છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, સપ્ટેમ્બરમાં મુંબઇમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દ્વારા આયોજિત રાષ્ટ્ર પ્રથમ અને રાષ્ટ્ર સર્વોપરિ કાર્યક્રમમાં પણ મૌલાના કલીમ સામેલ થયા હતા. ખતૌલી ક્ષેત્રના ગામ ફુલત સ્થિત જામિયા ઇમામ વાલીઉલ્લાહ ઇસ્લામિયાનો વર્ષ 1987થી સંસ્થાપક અને સંચાલક છે. બતાવવામાં આવી રહ્યુ છે કે, મૌલાના કલીમના મદરસામાં વર્તમાનમાં લગભગ 300 વિદ્યાર્થી અરબી, ઉર્દૂ, અને હિબ્જનો અભ્યાસ કરે છે. વર્તમાનમાં મદરસામાં અભ્યાસ ઓનલાઇન ચાલી રહ્યો છે.
મૌલાના કલીમ સિદ્દીકીના નામ ઉમર ગૌતમ મામલાના તપાસ દરમિયાન સામે આવ્યુ હતુ. યૂપી એટીએસે ધર્માંતરણના આરોપમાં જૂનમાં બે મૌલાનાઓ મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાજી જહાંગીર કાસમીની ધરપકડ કરી છે. પોલિસનું કહેવુ હતુ કે આ લોકો કથિત રૂપથી ધર્માંતરણ રેકેટ ચલાવી રહ્યા હતા. ઉત્તર પ્રદેશના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પોતે આ વાતની પુષ્ટિ કરી હતી કે ગૌતમ ધર્મ બદલીને મુસ્લિમ બનાવી રહ્યો હતો.
મૌલાના કલીમ સિદ્દીકીએ ટ્રસ્ટને બહરીનથી 1.5 કરોડ રૂપિયા સહિત વિદેશી ફંડિંગ રીતે ત્રણ કરોડ રૂપિયા મળ્યા. આ મામલે તપાસ માટે એટીએસે 6 ટીમોનું ગઠન કરવામાં આવ્યુ છે. આ ટીમો પૂરી રીતે તપાસ કરશે અને મૌલાના કલીમ સિદ્દીકીની પૂરી કુંડલી નીકાળશે.