બોલિવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન આ સમયે ખૂબ જ ચર્ચામાં છે. તે હાલ NCB કસ્ટડીમાં છે. શનિવારે રાત્રે ગોવા જઇ રહેલા ક્રૂઝ લાઇનર પર છાપેમારી બાદ NCBની ટીમે કેટલાક લોકોની ડગના આરોપમાં ધરપકડ કરી છે. જેમાં આર્યન ખાન પણ સામેલ છે. જે બાદથી સતત શાહરૂખ ખાન અને આર્યન ખાન ચર્ચામાં છે.
ઇંડિયા ટુડેના રીપોર્ટ અનુસાર NCB પૂછપરછ દરમિયાન આર્યન ખાન રડી પડ્યો હતો અને તેણે એ વાત સ્વીકારી હતી કે તે 4 વર્ષોથી ડગનું સેવન કરે છે. પરંતુ તેને એ વાતી જાણકારી ન હતી કે ક્રૂઝમાં થનારી પાર્ટીમાં આવુ કંઇક થવાનું હતુ. તેને પાર્ટીમાં ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો. આજતકના રીપોર્ટ અનુસાર, પૂછપરછમાં સામે આવ્યુ છે કે, આર્યન માત્ર ભારતમાં નહિ પરંતુ યુકે, દુબઇ જેવા અન્ય દેશોમાં પણ ડગનું સેવન કરી ચૂક્યો છે.
આર્યન સાથે જે અરબાઝ છે તે બંને 15 વર્ષથી એરબીજાને ઓળખે છે અને બંને ઘણા જૂના મિત્રો છે. આર્યન ખાનના વકીલ સતીશ માનસિંદેનું કહેવુ છે કે, આર્યનને પાર્ટીમાં ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો. વેબસાઇની ખબર અનુસાર આર્યન પાસે ડગ તો મળ્યુ નથી પરંતુ તે તેના મિત્ર અરબાઝ મર્ચેંટ સાથે તે ક્રૂઝના રૂમમાં હતો, જયાંથી ચરસ મળ્યુ હતુ.