અરમાન મલિક અને કૃતિકાનો બિગબોસની અંદરથી વીડિયો થયો વાયરલ, યુઝર્સ બોલ્યા- આ ફેમીલી શો છે ભાઇ
‘બિગ બોસ ઓટીટી 3’ ના ઘરમાં રોમાન્સ કંઇ સામાન્ય બાબત નથી. જો કે, અત્યાર સુધી બિગ બોસ ઓટીટી 3માં એવું નથી બન્યું કે કોઈ કપલ નજીક આવતા જોવા મળ્યું હોય. પરંતુ હાલમાં જ અરમાન મલિક અને કૃતિકા મલિકની પ્રાઇવેટ મોમેન્ટ્સ કેમેરામાં કેદ થઈ ગઈ. અરમાન બેડની અંદર પોતાની ઈચ્છાઓ પર કાબૂ ન રાખી શક્યો અને કૃતિકા સાથે ઈન્ટિમેટ થઈ ગયો. આ પછીથી તે ખૂબ હેડલાઈન્સમાં છે.
એક એપિસોડમાં અરમાન તેની બીજી પત્ની કૃતિકા સાથે બેડમાં કેટલીક વિચિત્ર પ્રવૃત્તિઓ કરતો જોવા મળ્યો હતો. બંને એક જ પલંગ અને એક જ બ્લેન્કેટ શેર કરતા જોવા મળ્યા. 12 જુલાઈની રાત્રે ઘરની લાઈટો બંધ થતાં જ અરમાન અને કૃતિકા ધાબળા નીચે લપેટાઈ ગયા, ત્યાં અરમાનના હાથની હિલચાલથી તે શું કરી રહ્યો હતો તે સ્પષ્ટ દેખાતું હતું.
કૃતિકાએ પણ તે ક્ષણનો આનંદ માણ્યો અને હસતી જોવા મળી. આ આખી ક્ષણ બિગ બોસના કેમેરામાં કેદ થઈ ગઈ છે. જણાવી દઇએ કે અરમાન મલિકની બે પત્નીઓ છે. તેણે પહેલા પાયલ મલિક સાથે લગ્ન કર્યા હતા અને પછી પાયલની મિત્ર કૃતિકા સાથે લગ્ન કર્યા. ત્રણેય એકસાથે બિગ બોસના ઘરમાં પ્રવેશ્યા હતા, પરંતુ પાયલ પહેલા અઠવાડિયે જ ઘરની બહાર થઇ ગઇ.
UPDATE : જિયો સિનેમાએ એક નિવેદનમાં અરમાન-કૃતિકાના ઈન્ટિમેટ વીડિયોને ફેક ગણાવ્યો અને કહ્યું કે તેઓ ફેક વીડિયો બનાવનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરશે.
Jio સિનેમાએ તેના નિવેદનમાં લખ્યું છે – Jio સિનેમા તેના પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થતી કોઈપણ સામગ્રીની ગુણવત્તા તપાસવા માટે તેના કડક પ્રોગ્રામિંગ ધોરણો અને માર્ગદર્શિકાનું પાલન કરે છે. બિગ બોસ OTT, જે Jio સિનેમા પર સ્ટ્રીમ થાય છે, તેમાં આવી કોઈ સામગ્રી નથી. ફરતા થયેલા વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. તેમાં અશ્લીલતા દર્શાવવામાં આવી છે, જે નકલી છે.