કેનેડામાં વધુ એક ગુજરાતીનું મોત ! સુરતનો પટેલ યુવકને તળાવમાં મિત્રો સાથે નાહવા જતાં મળ્યું મોત

ગુજરાતી યુવકે કેનેડામાં એક ભૂલ કરી અને દર્દનાક મોત મળ્યું, જુવાનજોધ દીકરાનો મૃતદેહ જોઈ પરિવાર હીબકે ચડ્યો- જુઓ તસવીરો

વિદેશની ધરતી પરથી અવાર નવાર ગુજરાતીઓ અને ભારતીયોના મોતની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે હાલમાં થોડા સમય પહેલા જ કામરેજના માંકણા ગામના મૂળ રહેવાસી અને હાલ કેનેડા ખાતે બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ સાથે નોકરી કરતા 24 વર્ષીય વિદ્યાર્થીનું કેનેડાના તળાવમાં ડૂબી જવાથી અકાળે મોત થયુ હતુુ અને તે બાદ પરિવાર તેમજ સમાજમાં શોક વ્યાપી ગયો હતો.

ત્યારે હાલમાં જ ત્રણેક દિવસ પહેલા વિદ્યાર્થીનો મૃતદેહ પ્લેનમાં લાવવામાં આવ્યો અને પરિવારને સોંપવામાં આવ્યો. દીકરાનો મૃતદેહ જોઇ પરિવારનાં પગ તળેથી તો જમીન જ સરકી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બે વર્ષ પહેલા કામરેજના માંકણા ગામે મણિનગર ફળ્યામાં રહેતા જિતેનભાઈ પટેલનો 24 વર્ષીય પુત્ર જશ પટેલ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ખાતે બિઝનેસ મેનેજમેન્ટનું ભણવા માટે ગયો હતો..

જશને વીકના 20 કલાક જોબ માટે મંજૂરી મળ્યા બાદ તે વોલમાર્ટમાં પાર્ટટાઈમ જોબ કરતો હતો અને સાથે કેનેડાના પીટરબોરો ખાતે આવેલી ફ્લેમિંગો કોલેજમાં પોતાનો બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યો હતો. ત્યારે ગત 1 જુલાઇના રોજ કેનેડા ખાતે કેનેડિયન ડેની રજા હોવાને કારણે જશ પોતાના રૂમ પાર્ટનરો સાથે સાંજે ફરવા માટે નીકળ્યો એ દરમિયાન પીટરબોરો ખાતે આવેલા એક તળાવમાં જશ તેના મિત્રો સાથે નાહવા માટે ઊતર્યો. પરંતુ અચાનક જશ પાણીમાં ગરકાવ થઇ ગયો.

જો કે, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જશ પટેલને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યો પણ ત્યાં સુધીમાં તેનું મોત થઇ ગયું. તે બાદ ત્રણેક દિવસ પહેલા જ જશ પટેલનો મૃતદેહ હવાઈ માર્ગે ગુજરાત આવ્યો અને કામરેજના માંકણા ગામે પરિવારને સોંપવામાં આવ્યો. જશની અંતિમયાત્રામાં પરિવાર સહિત હાજર સમગ્ર લોકો હીબકે ચડ્યા હતા.

Shah Jina