29 વર્ષે 1,77,864 કરોડનો બિઝનેસ સંભાળી રહેલી આ રૂપસુંદરી છે કોણ, જેણે અનંત-રાધિકાના લગ્નમાં ગોલ્ડન સાડીમાં લૂંટી મહેફિલ

29 વર્ષની ઉંમરે સંભાળે છે 1,77,864 કરોડનો બિઝનેસ, બોલિવુડ સાથે ખાસ કનેક્શન…આખરે કોણ છે આ ગોલ્ડન સાડી વાળી મોહતરમા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોલિવુજ-સાઉથ અને હોલિવુડ સેલેબ્સ સાથે સાથે ઘણા બિઝનેસમેન અને તેમના પરિવારો પણ સામેલ થયા હતા, જેમાં બિરલા ગ્રુપના માલિક અને પરિવારજનો પણ સામેલ છે. ત્યારે આ લગ્નમાં સૌની નજર એક છોકરી પર અટકી હતી, જે ગોલ્ડન સાડીમાં અપ્સરા જેવી લાગી રહી હતી. આ છોકરી બીજુ કોઇ નહિ પણ અનન્યા બિરલા હતી, જે 29 વર્ષની છે અને આ ઉંમરે કરોડોનો બિઝનેસ સંભાળે છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈ 2024ના રોજ ખૂબ જ ધામધૂમથી થયા હતા. આ પછી મુંબઈ જિયો વર્લ્ડ સેન્ટરમાં ‘શુભ આશીર્વાદ’ સેરેમની યોજાઇ, જ્યાં બિરલા પરિવાર પણ પહોંચ્યો હતો. રેડ કાર્પેટ પરથી આદિત્ય બિરલા ગ્રુપના માલિક કુમાર મંગલમ બિરલાની મોટી દીકરી અનન્યા બિરલાની તસવીરો પણ સામે આવી છે. અનન્યા બિરલાના લુકની વાત કરીએ તો તે ગોલ્ડન સાડીમાં અદભૂત દેખાતી હતી.

તેણે ભારે જ્વેલરી સાથે તેના લુકમાં ચાર ચાંદ લગાવ્યા. અનન્યાના પિતા કુમાર મંગલમ તેમજ આખો પરિવાર પણ આ સેરેમનીમાં જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે,અનન્યાના પિતા કરોડોનો બિઝનેસ સંભાળે છે પરંતુ મોટી દીકરીએ સિંગિં પસંદ કર્યું. તેણે ઘણા પ્રખ્યાત ગીતો ગાયા છે. પરંતુ આ વર્ષે મે મહિનામાં, તેણે તેની ગાયકી કારકિર્દીને અલવિદા કહ્યું અને પિતાના બિઝનેસની શરૂઆત કરી.

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને નીરજા બિરલાની પુત્રી અનન્યાએ ઓક્સફોર્ડમાં અભ્યાસ કર્યો છે, તેની પાસે અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટની ડિગ્રી છે. અનન્યાએ પોતાની કારકિર્દી તરીકે સિંગિંગ પસંદ કર્યું હતુ. તેણે ઘણા સુપરહિટ ગીતો ગાયા અને ઘણા રેકોર્ડ પણ બનાવ્યા. અનન્યાએ વર્ષ 2016માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે લગભગ 30 ગીતો ગાયા છે.

આ દરમિયાન તેણે આંતરરાષ્ટ્રીય સંગીતકારો સાથે પણ કામ કર્યું. તાજેતરમાં તેણે અરમાન મલિક સાથે ‘જઝબાતી હૈ દિલ’ ગીત ગાયું હતું અને વર્ષ 2022માં તેણે અભિનય કારકિર્દીની શરૂઆત કરી. તે અજય દેવગનની ‘રુદ્ર’માં સોન્ગ ઇનામમાં ફીચર થઇ. પરંતુ એક અભિનેત્રી તરીકે તેણે કુણાલ કોહલીની સ્પાઇ થ્રિલર ‘શ્લોક ધ દેસી શેરલોક’માં કામ કર્યું હતું.

કુમાર મંગલમ બિરલા દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ છે. ‘ફોર્બ્સ’ અનુસાર અનન્યાના પિતાની કુલ સંપત્તિ 1,77,864 કરોડ રૂપિયા છે. વર્ષ 2023માં અનન્યા અને તેના ભાઈ આર્યમાન વિક્રમ બિરલાને કંપનીના ડિરેક્ટર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.

Shah Jina