11 વર્ષની છોકરીનો અંબાણી ફંક્શનમાં ધમાલ, સેલિબ્રિટીઓ પણ થયા તેના ચાહક, બની શો સ્ટોપર, જાણો કોણ છે?

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નની ચર્ચા માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. હાલમાં સોશિયલ મીડિયા અનંત અને રાધિકાના લગ્નના ફોટા અને વીડિયોથી ભરાઈ ગયું છે. અંબાણી પરિવારના આ સેલિબ્રેશનમાં બોલિવૂડથી લઈને રાજનીતિ અને રમત જગતની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો.

આ લગ્નમાં ભાગ લેવા માટે વિદેશથી પણ લોકો આવ્યા હતા. અન્ય સ્ટાર્સની જેમ મહેશ બાબુ પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પત્ની નમ્રતા શિરોડકર અને પુત્રી સિતારા સાથે પહોંચ્યા હતા. આ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મહેશ બાબુની લાડલી સિતારા ઘણી લાઇમલાઇટ મેળવી રહી છે.

વાસ્તવમાં આ લગ્નમાં સિતારાએ ઘણા સેલેબ્સ સાથે તસવીરો ક્લિક કરાવી, જેની એક ઝલક તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે. આ તસવીરો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે સિતારાએ આ લગ્નમાં બોલિવૂડ અને હોલીવુડના સ્ટાર્સ સાથે ખૂબ એન્જોય કર્યું હતું.

રેખા, ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા અને કિમ કાર્દશિયન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ સાથે સિતારાએ ફોટો ક્લિક કરાવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સિતારા એક તસવીરમાં હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી રેખાને ગળે મળી પોઝ આપતી જોવા મળે છે.

જ્યારે એક તસવીરમાં તે ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં પ્રિયંકા યલો આઉટફિટમાં જ્યારે નિક પીચ શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. અન્ય એક તસવીરમાં સિતારા બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ સાથે મસ્તી કરતી અને પોઝ આપતી જોવા મળી રહી છે.

જ્યારે બીજી એક તસવીરમાં તે બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય તેમજ તેની પુત્રી આરાધ્યા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

આ ઉપરાંત સિતારાએ બોલિવૂડના બેસ્ટ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પણ તસવીર ક્લિક કરાવી હતી. ખાસ વાત તો એ છે કે એક તસવીરમાં તે હોલીવુડ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસ કિમ કાર્દશિયન સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

જણાવી દઇએ કે, સિતારા સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ અને અભિનેત્રી નમ્રતા શિરોડકરની પુત્રી છે, જે હાલમાં 11 વર્ષની છે. સિતારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના 2 મિલિયન ફોલોઅર્સ પણ છે.

Shah Jina