સલમાન ખાનની બહેન સાથે 2 – 2 વર્ષ સુધી ચાલ્યું લફરું, પછી સલમાનની ભાભી સાથે….જુઓ

પહેલા સલમાનની બહેન અને પછી એની એક્સ ભાભી જોડે લફરું કર્યું અર્જુને..જુઓ UNSEEN તસવીરો

બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઇકા અરોરા તેમની અફેરની ખબરોને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે. સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલાઇકા અરોરા અને અર્જુન કપૂર બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે, પરંતુ આમ તો બધા લોકો જાણતા જ હશે કે, અર્જુન કપૂર મલાઇકા પહેલા સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે રિલેશનશિપમાં હતો.

અર્જુન કપૂર અને અર્પિતા ખાનનો સંબંધ ઘણો સિરીયસ હતો. પરંતુ બે વર્ષમાં જ આ સંબંધ ખત્મ થઇ ગયો. અર્જુન કપૂરે અર્પિતા સાથે તેના સંબંધને લઇને એકવાર ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ. અર્જુને આસિસ્ટેંટ ડાયરેક્ટર તરીકે કરિયરની શરૂઆત વર્ષ 2012માં ફિલ્મ “ઇશ્કઝાદે”થી કરી હતી. આ દરમિયાન સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે તેની નજીકતા વધી હતી.

બોમ્બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં અર્જુને જણાવ્યુ હતુ કે, અર્પિતા તેનો પહેલો પ્રેમ હતો અને તે તેની સાથે સીરિયસ રિલેશનશિપમાં હતો. વર્ષ 2014માં તેણે ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, જયારે તેણે અર્પિતાને ડેટ કરી ત્યારે તેની ઉંમર 18 વર્ષની હતી.

અર્જુન એ સમયે સલમાન ખાન સાથે “મેંને પ્યાર કયોં કિયા” માટે કામ કરી રહ્યો હતો. આ ફિલ્મના શુટિંગ દરમિયાન તેમનું રિલેશન શરૂ થયુ. તેણે કહ્યુ કે, તે સલમાન ભાઇથી ડરતા હતા અને તેના કારણે તે પહેલા જ તેમને અને તેમના પરિવારને આ રિલેશન વિશે જણાવવા માંગતો હતો.

અર્જુન કપૂરે અર્પિતા સાથે બ્રેકઅપ વિશે કહ્યુ કે, તેમનું વેટ તે સમયે લગભગ 140 કિલો હતુ. તે નિખિલ અડવાણીની ફિલ્મ “સલામ એ ઇશ્ક”માં તેમને આસિસ્ટ કરી રહ્યા હતા. ત્યારે તેમની ગર્લફ્રેન્ડ અર્પિતાએ તેની સાથે બ્રેકઅપ કરી લીધુ. તેણે કહ્યુ કે, સલમાન હંમેશા તેની તરફદારી કરતા હતા. બ્રેકઅપ બાદ પણ તે સલમાન ખાન સાથે ફરતા હતા. તેણે સલમાનને મિત્ર જ નહિ પરંતુ પિતા સમાન પણ જણાવ્યા હતા.

એક મેગેઝિનમાં છપાયેલી ખબર અનુસાર બંનેનો સંબંધ તૂટવાનું કારણ મલાઇકા અરોરા હતી. જો કે, હવે આ વાતમાં તો કેટલી હકિકત છે તે કહેવુ તો મુશ્કેલ છે. રીપોર્ટ્સ અનુસાર, મલાઇકાની અદાઓ પર એટલી હદ સુધી અર્જુન ફિદા થઇ ગયા હતા કે તેમણે અર્પિતા સાથે તેમનો સંબંધ ખત્મ કરી લીધો.

અર્જુનથી અલગ થયા બાદ અર્પિતાએ આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા, હાલ આ કપલને બે બાળકો પણ છે. આયુષ ફિલ્મોમાં હવે અક્ટિવ છે. ત્યાં મલાઇકા અને અરબાઝે લગભગ 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંનેએ વર્ષ 1998માં લગ્ન કરી લધા હતા. તે બંને વર્ષ 2016માં અલગ રહેવા લાગ્યા હતા અને વર્ષ 2017માં તેમનો તલાક થયો હતો. અરબાઝ અને મલાઇકાને 18 વર્ષિય દીકરો અરહાન ખાન છે, જે તલાક બાદ મલાઇકા અરોરા સાથે રહે છે.

આજે મલાઇકા અને અર્જુન બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને વચ્ચે સારી બોન્ડિંગ છે. બંનેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવે છે અને આ ઉપરાંત તે બંને એકબીજાના પરિવાર સાથે સમય વીતાવતા પણ અનેક વાર જોવા મળે છે.

મલાઇકાએ એક ચેટ શો દરમિયાન લગ્નની વાતને લઇને કહ્યુ હતુ કે, તે વ્હાઇટ વેડિંગ કરવા ઇચ્છે છે, જે સમુદ્ર કિનારે થાય છે. તેણે કહ્યુ કે, મને લગ્નમાં બધી વસ્તુઓ સફેદ જોઇએ.

ઘણા ઓછા લોકો જાણે છે કે, અર્જુને ફિલ્મોમાં પગ મૂક્યા પહેલા એક આસિસ્ટેંટ ડાયરેક્ટર તરીકે કામ કર્યુ છે. તે “કલ હો ના હો” “નો એન્ટ્રી” “સલામ એ ઇશ્ક” “વોન્ટેડ” ફિલ્મમાં આસિસ્ટેંટ ડાયરેક્ટર તરીકે કામ કર્યુ છે. વર્ષ 2012માં તેણે ફિલ્મ “ઇશ્કઝાદે” ફિલ્મથી લીડ અભિનેતા તરીકે ડેબ્યુ કર્યુ હતુ.

તે બાદ તે “ગુંડે” “2 સ્ટેટ્સ” “તેવર” “હાફ ગર્લફ્રેન્ડ” “મુબારકાં” “પાનીપત” “સંદીપ એન્ડ પિંકી ફરાર” “કી એન્ડ કાં”માં જોવા મળ્યો છે. તેની અપકમિંગ ફિલ્મ “ભૂત પોલિસ” અને “એક વિલન રિટર્ન” છે.

Shah Jina