...
   

12 વર્ષ મોટી મલાઇકા અરોરા સાથેના રિલેશનશિપને લઇને ટ્રોલ કરવાવાળા પર ભડક્યા અર્જુન કપૂર, આપ્યો કમાલનો જવાબ

બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને પોતાના સંબંધોને લઈને ખુલ્લેઆમ બોલ્યા પણ છે અને તેઓ ઘણીવાર સાથે જોવા પણ મળે છે. મલાઈકા અરોરા અને અર્જુન વચ્ચે ઉંમરમાં ઘણું અંતર છે. અર્જુન ઉંમરમાં મલાઈકા કરતા 12 વર્ષ નાનો છે, જેના કારણે તે ટ્રોલ થઈ રહ્યો છે. હવે અર્જુન કપૂરે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.અર્જુન કપૂરનું કહેવું છે કે તે ટ્રોલર્સ પર ધ્યાન નથી આપતો. મસાલા ડોટ કોમ સાથેની વાતચીતમાં તેણે કહ્યું, ‘મને લાગે છે કે મીડિયા લોકોની ટિપ્પણીઓ પર વધુ ધ્યાન આપે છે. અમે 90 ટકા ટિપ્પણીઓ જોતા પણ નથી. તેથી ટ્રોલિંગને એટલું મહત્વ આપવાની જરૂર નથી કારણ કે તેમાંના મોટા ભાગના નકલી છે.

તેણે કહ્યુ કે, ટ્રોલર્સ એ જ લોકો છે જેઓ જ્યારે મને મળે છે ત્યારે મારી સાથે સેલ્ફી લેવા માટે મરૈે છે. તેથી જ તેમના પર વિશ્વાસ કરી શકતા નથી. અર્જુન કપૂરે વધુમાં કહ્યું હતું કે, ‘હું મારા જીવનમાં શું કરું છું, તે મારી અંગત બાબત છે અને મને તેના પર વિશેષાધિકાર છે. જ્યાં સુધી મારા કામની ઓળખ થઈ રહી છે ત્યાં સુધી બાકીનું બધું ઘોંઘાટ છે.

તમે કોની કેટલી ઉંમર છે તેની ચિંતા કરી શકતા નથી, તેથી આપણે ફક્ત જીવવું જોઈએ અને આગળ વધવું જોઈએ.અર્જુન કહે છે કે તે પોતાનું જીવન જીવે છે અને બીજાને શાંતિથી જીવવા દે છે. તમને અર્જુન ન ગમે, પણ તેણે સાચું કહ્યું છે. જ્યારે બે વ્યક્તિ એકબીજાથી ખુશ હોય તો દુનિયાના લોકોને શું તકલીફ છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન મોહિત સૂરી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં અર્જુન સિવાય જોન અબ્રાહમ, દિશા પટની અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય તે ફિલ્મ ‘ડોગ’નો એક ભાગ છે. આ ફિલ્મમાં તે નસીરુદ્દીન શાહ, તબ્બુ, કોંકણા સેન શર્મા અને રાધિકા મદન જેવા સ્ટાર્સ જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, અર્જુનની ઉંમર 36 વર્ષ છે, જ્યારે મલાઈકાની ઉંમર 48 વર્ષ છે. આ હિસાબે બંને વચ્ચે 12 વર્ષનું અંતર છે. બંનેએ લાંબા સમય સુધી ગુપ્ત રીતે એકબીજાને ડેટ કર્યા હતા. આ પછી બંનેએ તેમના સંબંધોને સત્તાવાર કરી દીધા. જો કે વચ્ચે વચ્ચે તેમના લગ્નના સમાચાર આવતા રહે છે. પરંતુ હજુ સુધી કપલ્સે લગ્ન વિશે કોઈ માહિતી આપી નથી.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

Shah Jina