મલાઇકાને મોડી રાત્રે ઘરે ડ્રોપ કરવા પહોંચ્યો અર્જુન કપૂર, કેમેરાથી મોં છૂપાવતા જોવા મળ્યા લવ બર્ડ્સ
મલાઇકાને મોડી રાત્રે ઘરે છોડવા પહોંચ્યો અર્જુન કપૂર, બંને કેમેરાથી બચતા જોવા મળ્યા- જુઓ તસવીરો
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર થોડા સમયથી ભાગ્યે જ સાથે જોવા મળે છે. જો કે, અર્જુન જ્યાં પણ જાય છે ત્યાં ચાહકોની નજર મલાઈકાને શોધતી હોય છે. લાંબા અરસા બાદ હવે ફરી એકવાર મલાઈકા-અર્જુનને સાથે જોઈને ચાહકો ખુશ છે. તાજેતરમાં જ મલાઈકા-અર્જુનને એક સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા.
મોડી રાત્રે અર્જુન કપૂર તેની કારમાં મલાઈકા અરોરાને તેના ઘરે મૂકવા આવ્યો હતો. આ દરમિયાન બંને કેમેરાથી બચતા જોવા મળ્યા હતા. એક તરફ મલાઈકા અને અર્જુનને લાંબા સમય બાદ એકસાથે જોઈને ચાહકો ખુશ છે તો બીજી તરફ તેમના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે બંને વચ્ચે બધુ બરાબર તો છે ને.
આ દરમિયાન મલાઈકા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી, જ્યારે અર્જુન સૂટમાં જોવા મળ્યો હતો. કારમાંથી નીચે ઉતર્યા બાદ પણ મલાઈકા અરોરા પેપરાજીના કેમેરાથી બચતી જોવા મળી હતી. એક્ટ્રેસ વ્હાઇટ કટ સ્લીવ ટોપ અને પીચ બોટમ પેન્ટ સાથે વ્હાઇટ હાઈ હીલ્સમાં જોવા મળી હતી. સિંઘમ અગેઇન એક્ટર અર્જુન એક આઇડિયલ બોયફ્રેન્ડ છે અને તે ઘણીવાર આ સાબિત પણ કરે છે.
બ્રેકઅપની ખબરો વચ્ચે મલાઈકા અને અર્જુનને લાંબા સમય બાદ સાથે જોયા પછી ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઇ ગયા હતા. જણાવી દઈએ કે, જાન્યુઆરી 2024માં એવા સમાચાર આવ્યા હતા કે મલાઈકા અને અર્જુનનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ બંનેએ તેમના સંબંધોને વધુ એક તક આપી અને હવે સાથે છે એવું કહેવાઇ રહ્યુ છે.
આ ખબરો પછી મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ભાગ્યે જ સાથે જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં કેટલાક નેટીઝન્સ તેમના કામને એકસાથે ઓછું જોવાનું કારણ માની રહ્યા છે. જો કે, મલાઈકા કે અર્જુને આ સમાચારો પર ક્યારેય પ્રતિક્રિયા આપી નથી.
View this post on Instagram