‘હાહા.. હીહી’ કરવાના મળે છે અધધધ રૂપિયા
ટીવી ઉપર દર્શકોને ધ કપિલ શર્મા શો ખુબ જ પસંદ આવે છે. આ શો દર્શકોના સૌથી વધુ ગમતા શોના લિસ્ટમાં એક છે. આ શોના પાત્રો પણ દર્શકોને હસાવી હસાવીને લોટ પોટ કરી મૂકે છે. ત્યારે આ શોની અંદર આવનારા ઘણા મહેમાન કલાકારો પણ મજા કરતા હોય છે.
ધ કપિલ શર્મા શોની અંદર જજની ભૂમિકામાં અભિનેત્રી અર્ચના પૂરણ સિંહ જોવા મળે છે. આ પહેલા આ જજની ખુરશી ઉપર ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ જોવા મળતા હતા, પરંતુ પુલાવમાં હુમલા બાદ આપેલા એક નિવેદનન કારણે તેમનું સ્થાન હવે અર્ચનાએ લઇ લીધું છે. ત્યારે તમને આજે જણાવીશું કે અર્ચનાને કપિલ શર્મા શોની અંદર માત્ર હસવા માટેનો કેટલો પગાર મળે છે.
અર્ચનાનું કામ જજની ખુરશી ઉપર બેસી અને દરેક જોક્સ ઉપર જોર જોરથી હસવાનું છે, ક્યારેક તે કઈ બોલે પણ છે, પરંતુ શોની અંદર સિદ્ધુ જેમ શેર શાયરીની રંગત જમાવતા તે અર્ચનામાં નથી જોવા મળતી.
તે છતાં પણ અર્ચનાને લાખો રૂપિયા ચુકવવામાં આવે છે. જો કે નવજોત સિંહ સિદ્ધુ કરતા તેને ઓછી રકમ આપવામાં આવે છે. આ વાતનો ઉલ્લેખ પણ તે ઘણીવાર કરતી જોવા મળે છે. તે છતાં પણ અર્ચનાને જે રકમ મળે છે. તે આપણી ધારણા બહારની છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે 2018ની અંદર અર્ચનાને જયારે 20 એપિસોડ માટે સાઈન કરવામાં આવી હતી ત્યારે તેને 20 એપિસોડના 2 કરોડ રૂપિયા ચાર્જ ચુકવવામાં આવ્યો હતો. મતલબ કે એક એપિસોડના 10 લાખ રૂપિયા ખુરશીમાં બેસીને માત્ર હસવાના અર્ચનાને મળતા હતા.
ધ કપિલ શર્મા શો દર્શકોને ખુબ જ પસંદ આવે છે. આ શોની અંદર બીજા પણ ઘણા પ્રખ્યાત પાત્રો છે અને આજે દરેકની એક આગવી ઓળખ છે.