પહેલી એનિવર્સરી પર એકબીજા સાથે કોઝી થયા અરબાઝ ખાન અને શૂરા, શેર કરી રોમેન્ટિક તસવીરો

પહેલી વેડિંગ એનિવર્સરી પર અરબાઝ ખાને શૂરા પર લૂંટાવ્યો પ્રેમ, રોમેન્ટિક તસવીરો શેર કરી લખી દિલની વાત

જ્યારથી એક્ટર અને પ્રોડ્યુસર અરબાઝ ખાને બીજી વાર લગ્ન કર્યા છે, ત્યારથી તે લાઇમલાઇટમાં આવવા લાગ્યો છે. ક્યારેક કપલ શોપિંગ કરવા અથવા કોફી શોપમાં સાથે સ્પોટ થાય છે. જણાવી દઈએ કે બંનેએ 24 ડિસેમ્બર 2023ના રોજ એક પ્રાઇવેટ ઇંટીમેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા.

આ લગ્ન અર્પિતા ખાનના ઘરે યોજાયો હતો. જેમાં માત્ર પરિવારના સભ્યો અને ખાસ મહેમાનો જ સામેલ થયા હતા. ત્યારે હાલમાં જ કપલના લગ્નને એક વર્ષ થયુ છે. આ ખાસ અવસર પર અરબાઝ અને શૂરા ખાને પોતપોતાના ઈન્સ્ટા હેન્ડલ પર ઘણી રોમેન્ટિક અને કોઝી તસવીરો શેર કરી એનિવર્સરીની શુભેચ્છા પાઠવી.

ડિસેમ્બર 2023માં મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે બીજા લગ્ન કરનાર અરબાઝે લગ્નની પહેલી વર્ષગાંઠ પર પત્ની સાથેની તસવીરો શેર કરી એક ખાસ સંદેશ લખ્યો. અરબાઝે તસવીરો શેર કરી કેપ્શનમાં લખ્યું- હેપ્પી એનિવર્સરી શૂરા. તમે અમારા જીવનમાં જે ખુશી, હાસ્ય અને આનંદ લાવ્યા છો તે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. ડેટિંગનું માત્ર એક વર્ષ અને પછી લગ્નનું એક વર્ષ અને હવે એવું લાગે છે કે હું તમને કાયમ માટે ઓળખું છું.

તમારા બિનશરતી પ્રેમ, સમર્થન અને સંભાળ બદલ આભાર. તમને મળીને હું ખરેખર ધન્ય છું. આ સાથે શુરાએ અરબાઝને એનિવર્સરીની શુભકામનાઓ પાઠવતી ઘણી તસવીરો શેર કરી જે અનસીન હતી. આ તસીવરો શેર કરતા શુરાએ લખ્યુ- અરબાઝ સાથે વિતાવેલી દરેક ક્ષણ તેના માટે આશીર્વાદ સમાન છે.

અરબાઝ તેના જીવનમાં સુરક્ષિત જગ્યા છે. આ તેના જીવનનો શ્રેષ્ઠ ભાગ છે. અરબાઝના આવવાથી તેની દુનિયા વધુ ઉજ્જવળ બની ગઈ છે અને તેના દિલની ઈચ્છા પૂરી થઈ છે. શૂરાએ તેના પતિ દ્વારા આપવામાં આવેલી અસંખ્ય યાદો માટે દિલથી આભાર વ્યક્ત કર્યો. જણાવી દઈએ કે અરબાઝે પહેલા મલાઈકા સાથે લગ્ન કર્યા હતા. જો કે વર્ષ 2017માં બંનેના છૂટાછેડા થઈ ગયા. બંનેને એક પુત્ર અરહાન ખાન છે.

આ પછી વર્ષ 2023માં અરબાઝે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે નિકાહ કર્યા. એક ઈન્ટરવ્યુમાં અરબાઝે ખુલાસો કર્યો હતો કે તે શૂરાને પહેલીવાર ફિલ્મ ‘પટના શુક્લા’ના સેટ પર મળ્યો હતો. આ ફિલ્મમાં રવિના અભિનેત્રી હતી જ્યારે શૂરા તેની મેકઅપ આર્ટિસ્ટ હતી.

Shah Jina