વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મુંબઈ પાછા પહોંચ્યા, દીકરીને ખોળામાં લઈને જોવા મળી અનુષ્કા, વિરાટે દોડીને ગાડીના દરવાજે.. જુઓ વીડિયો

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી દુબઈથી ભારત પરત આવી ગયો છે, ત્યારે હાલમાં જ તેને મુંબઈની અંદર  પહેલીવાર સ્પોટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિરાટની સાથે તેની પત્ની અનુષ્કા અને દીકરી વામિકા પણ જોવા મળ્યા હતા.

વિરાટ કોહલીની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માએ દીકરી વામિકાને ખોળામાં ઊંચકી રાખી હતી. અનુષ્કાએ સફેદ રંગની ટી-શર્ટ સાથે બ્લુ રંગનું ડેનિમ પહેર્યું હતું. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે.

પેપેરાજીએ વિરાટને તેના પરિવાર સાથે સ્પોટ કર્યો ત્યારે વિરાટે સફેદ રંગની ટી શર્ટ પહેરી રાખી હતી. જેના કોલર ઉપર તેને બ્લેક રંગના ગોગલ્સ પણ ટીંગાળી રાખ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી દોડીને ગાડીની અંદર બેસતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

અનુષ્કા અને વિરાટની દીકરી વામિકા સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોને પેપેરાજી દ્વારા ક્લિક કરવામાં આવી હતી. વિરાટ કોહલી ઘણા લાંબા સમય બાદ દુબઈથી પરત ફર્યો છે. ત્યારે તે પહેલીવાર આજે શનિવારના રોજ સ્પોટ થયો હતો.

વિરાટ અને અનુષ્કાએ દુબઇમાંથી પણ દીકરી વામિકા સાથેની એક તસવીર શેર કરી હતી. જેમાં તે ત્રણેય એક રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ કરતા જોવા મળ્યા હતા. આ તસવીરને વિરાટ કોહલીએ જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કાએ હજુ સુધી તેમની દીકરીનો ચહેરો દુનિયાને બતાવ્યો નથી, તેમના ચાહકો પણ તેમની દીકરી વામિકાનો ચહેરો જોવા માટે આતુર થઇ રહ્યા છે. તેમને વોમિકાની ઘણી તસવીરો શેર કરી છે પરંતુ કોઈ તસ્વીરમાં હજુ સુધી વામિકાનો ચહેરો સ્પષ્ટ જોવા મળ્યો નથી.

Niraj Patel