અનુષ્કા શર્માએ પતિ વિરાટ સાથે શેર કરી વેકેશનની પહેલી તસવીર, સ્ટ્રેપી ડ્રેસમાં બોલ્ડ જોવા મળી મિસિસ કોહલી

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઉપડ્યા સ્વર્ગ જેવી સુંદર જગ્યાએ વેકેશન માણવા, જુઓ ખુબસુરત તસવીરો

અનુષ્કા શર્મા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી અને તે બાદ તેણે બુધવારના રોજ ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે એક સેલ્ફી શેર કરી હતી. અનુષ્કાએ તેના વેકેશનની પહેલી તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી હતી. તસવીરમાં જોઈ શકાય છે કે અનુષ્કાએ વિરાટને પકડી લીધો છે. બંને એકબીજા પર માથું ટેકવતા જોવા મળે છે. બંને અજાણ્યા સ્થળે વેકેશન પર ગયા છે. તસવીરમાં બંને કપલ એકસાથે સેલ્ફી માટે પોઝ આપતા સ્માઇલ આપી રહ્યા છે.આ તસવીરમાં અનુષ્કા શર્મા બ્લેક એન્ડ વ્હાઇટ અને ગ્રીન કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં જોઈ શકાય છે.

તેણે ગળામાં 2 નેકપીસ પહેર્યા છે. ત્યાં વિરાટ સ્લીવલેસ બ્લેક ટી-શર્ટમાં જોવા મળી શકે છે. અનુષ્કાએ જે સેલ્ફી શેર કરી છે, તેમાં બેકગ્રાઉન્ડમાં સફેદ રેતી જોવા મળે છે. હાલમાં જ અનુષ્કા અને વિરાટ મુંબઈ એરપોર્ટ પર હાથોમાં હાથ નાખી જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેની કેમેસ્ટ્રી પણ જોવાલાયક હતી. આ દરમિયાન અનુષ્કાએ ગ્રીન શર્ટ સાથે ડેનિમ શોર્ટ્સ પહેર્યો હતો અને વિરાટ પીચ ટી-શર્ટ અને સફેદ જીન્સ પહેરેલો જોવા મળ્યો હતો.

આ દરમિયાન બંનેએ પેપરાજીને કેટલાક પોઝ પણ આપ્યા હતા. અનુષ્કા ટૂંક સમયમાં તેની ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે. તે માટે તેણે તૈયારી પણ શરૂ કરી દીધી છે. અભિનેત્રીએ તેની એક નાની ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફિલ્મ 2 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ક્રિકેટર ઝુલન ગોસ્વામીના વાસ્તવિક જીવનથી પ્રેરિત છે. પશ્ચિમ બંગાળના ચકદા નામના નાના શહેરની રહેવાસી ઝુલને તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાની જાતને તૈયાર કરી હતી. તેણે ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને જીવંત રાખ્યો.

અનુષ્કા શર્મા આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી રહી છે. તે આ ફિલ્મનું નિર્માણ પણ કરી રહી છે. તેને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. અનુષ્કાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક નાનકડી વીડિયો ક્લિપ શેર કરી હતી. આ વીડિયોમાં તે ટેબલ પર બેસીને સ્ક્રિપ્ટ વાંચતી જોવા મળી હતી. અનુષ્કા આ રોલ માટે સખત મહેનત કરી રહી છે અને ઘણીવાર ચાહકોને તેના ટ્રેનિંગ સેશનની ઝલક આપે છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

Shah Jina