રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર ભડક્યા અનુરાગ કશ્યપ, બોલ્યા- રામ મંદિર ક્યારેય હતુ જ નહિ, વારાણસીનો થઇને નાસ્તિક છું કારણ કે…

અનુરાગ કશ્યપે રામ મંદિરના ઉદ્ઘાટનને ગણાવ્યો ‘પ્રચાર’, બોલ્યા- લોકતંત્રના નામ પર ફાસિજ્મ ચાલી રહ્યુ છે

પ્રાણ પ્રતિષ્ઠા પર ભડક્યા અનુરાગ કશ્યપ, બોલ્યા- રામ મંદિર ક્યારેય હતુ જ નહિ, વારાણસીનો થઇને નાસ્તિક છું કારણ કે…

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પોતાના બેબાક નિવેદનનોને કારણે જાણિતા છે, હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન તેમણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ- આ બધું જાહેરાત જેવું લાગે છે. જ્યારે વ્યક્તિ પાસે કશું બચતું નથી ત્યારે તે ધર્મ તરફ વળે છે. અયોધ્યામાં રામનું નહીં પણ રામલલાનું મંદિર છે, લોકોને ફરક નથી ખબર. અનુરાગ કશ્યપને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન શો-ઓફ હોવાનું જણાવ્યું હતું.

અહેવાલ અનુસાર, તેમણે કોલકાતામાં આયોજિત એક કાર્યક્રમમાં આ અંગે પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. અનુરાગે કહ્યું, 22 જાન્યુઆરીએ જે પણ થયું તે માત્ર એક જાહેરાત હતી, હું આને આવી જ રીતે જોઉં છું. એ જ જાહેરાત જે સમાચારો વચ્ચે ચાલે છે. આ 24 કલાકની જાહેરાત હતી. મારા નાસ્તિક હોવાનું મુખ્ય કારણ એ છે કે મારો જન્મ વારાણસીમાં થયો હતો. મેં ધર્મના ધંધાને ખૂબ નજીકથી જોયો છે. તમે તેને રામ મંદિર કહો, તે ક્યારેય રામ મંદિર નહોતું. એ રામલલાનું મંદિર હતું અને આખો દેશ તેમાં અંતર ન જણાવી શક્યો.

કોઈએ કહ્યું છે કે ધર્મ એ દુષ્ટોનો છેલ્લો આશરો છે. જ્યારે તમારી પાસે કંઈ બચતુ નથી, ત્યારે તમે ધર્મ તરફ વળો છો. મેં હંમેશા મારી જાતને નાસ્તિક કહ્યો છે કારણ કે મેં મોટા થતાં જોયું છે કે કેવી રીતે હતાશ લોકો મંદિરોમાં રક્ષણ માટે જાય છે જાણે કે તેઓ કોઈ બટન દબાવી શકે જેનાથી તેમની બધી સમસ્યાઓ દૂર થઈ જાય. શું કારણ છે કે હવે આંદોલન નથી થતા ? લોકો જોવાથી ડરે ઠેય અનુરાગે કહ્યું- આપણે જે રીતે લડી રહ્યા છીએ તે રીત બદલવી જોઈએ. સૂચનાઓ અલ્ગોરિધમ્સ દ્વારા બદલવામાં આવી રહી છે.

લોકોને ફોન પર એ જ મળે છે જે તેઓ સાંભળવા માંગે છે અને જેના કંટ્રોલમાં આ બધુ છે તે આપણાથી ચાર કદમ આગળ છે. અનુરાગે કહ્યું, તેમની ટેક્નોલોજી ઘણી એડવાન્સ છે, તેઓ ખૂબ જ સ્માર્ટ છે, તેમની પાસે સમજ છે. આપણે બધા હજુ પણ ઇમોશનલ ફૂલ છીએ. ક્રાંતિ ત્યારે જ સંભવ છે જ્યારે લોકો પોતાનો ફોન ફેંકી દે. સ્વદેશી ચળવળમાં જેમ વિદેશી કપડાં સળગાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે લોકો પોસ્ટર ફાડવામાં ઉર્જા ખર્ચી રહ્યા છે.

Shah Jina