રોમેન્ટિક અંદાજમાં અનુજ કપાડિયા સાથે સમુદ્રની લહેરોની મજા લેતા જોવા મળી અનુપમા, ચાહકો બોલ્યા- સુપર્બ જોડી…

ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ 5માં પોતાનું સ્થાન મેળવે છે. આ શોએ થોડા જ સમયમાં દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે અને તેમની સાથે સાથે સાથે બાકીના લોકોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે.

અનુપમા શોમાં હવે એક નવો ટ્વીસ્ટ આવવાનો છે. અનુપમાની લાઇફ પૂરી રીતે બદલાવવાની છે. આ શોમાં નવા પાત્રની એન્ટ્રી થઇ ગઇ છે અને તે છે અનુજ કપાડિયા. હવે એવામાં આવનારા એપિસોડમાં અનુપમાનો રોમેન્ટિક અંદાજ જોવા મળશે. અનુજ અને અનુપમાને નજીક આવવાથી રોકવાવાળા ઘણા લોકો છે. તે બાદ પણ બંનેએ આખરે હાથ મળાવી લીધો છે અને અનુપમા હવે અનુજ કપાડિયાની બિઝનેસ પાર્ટનર બની ગઇ છે.

અપકમિંગ એપિસોડમાં શોમાં ટ્વીસ્ટ જોવા મળશે. આખરે અનુજ અને અનુપમાને એકલામાં સમય વીતાવવાનો મોકો મળી ગયો છે. બંને સાથે મુંબઇ આવી ગયા છે. બીચ પર બંનેએ મસ્તી ભરેલ પળોની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

હાલમાં જ શોની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે અનુજ કપાડિયા એટલે કે ગૌરવ ખન્ના સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. બંનેની જોડી કમાલની લાગી રહી છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘દિલ કો કરાર આયા’ ગીત વાગી રહ્યુ છે. અનુપમા અને અનુજની કેમેસ્ટ્રી પણ કમાલની લાગી રહી છે.

તમને જણાવી દઇએ કે, આ વીડિયો શોનો ભાગ નથી, પરંતુ આ વીડિયો બસ એક ઇન્સ્ટાગ્રામ રીલ છે. અનુપમા અને અનુજ આ વીડિયોમાં ઘણી મસ્તી કરી રહ્યા છે. બંને બીચ પર સમુદ્ર કિનારે છે અને લહેરોનો આનંદ માણી રહ્યા છે. આ પોસ્ટ પર ચાહકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને લાઇક્સ પણ આપી રહ્યા છે.

આ વીડિયો શેર કરતા રૂપાલી ગાંગુલીએ લખ્યુ છે કે, સમુદ્ર કિનારે અનુજ અને અનુપમા, રીલ તો બની છે. આ બધા ચાહકો માટે છે, રવિવાર શુભ હોય. ત્યાં ચાહકો બંનેને સાથે જોઇ ઘણા ખુશ છે. આ વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, સુપર્બ જોડી. તો એક બીજા યુઝરે લખ્યુ કે, OMG તમે બંને કેટલાક સ્વીટ લાગી રહ્યા છો. તો બીજા એકે લખ્યુ કે, હું આ સીનને અનુપમામાં જોવા માંગુ છુ.

ઉલ્લેખનીય છે કે, રૂપાલી ગાંગુલીએ વર્ષ 2000માં ટીવી ધારાવાહિક “સુકન્યા”થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તે કહાની ઘર ઘર કી, સંજીવની જેવી કેટલીક ધારાવાહિકમાં આવી ચૂકી છે. હાલ તો તે “અનુપમા” શોમાં લીડ રોલ નિભાવી રહી છે. આ શોમાં તેના પાત્રને ચાહકો ઘણુ પસંદ કરે છે. આ શોથી તે ઘરે ઘરે લોકપ્રિય પણ બની ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

Shah Jina