પહેલીવાર અનુજ માટે ધડક્યુ અનુપમાનું દિલ, હોસ્પિટલમાં શરૂ થઇ લવ સ્ટોરી – જુઓ વીડિયો

ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ થોડા જ સમયમાં દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. શોમાં રોજ અલગ અલગ ટ્વીસ્ટ આવે છે અને આ કારણે જ દર્શકોને પણ શો જોવાની મજા પડી રહી છે. આ દિવસોમાં ટીવી શો ‘અનુપમા’માં સ્ટોરી હોસ્પિટલના ગંભીર વાતાવરણમાં છે. કારણ કે અનુજ કાપડિયાનો એક્સીડન્ટ થયો છે. તેની હાલત ગંભીર છે, તે કોમામાં પણ જઈ શકે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અનુજ અને અનુપમા હોસ્પિટલના કોરિડોરમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે.

અનુજ છેલ્લા 26 વર્ષથી અનુપમાના પ્રેમમાં છે અને હવે આ વીડિયો જોઇ લાગી રહ્યુ છે કે તેનો પ્રેમ સફળ થવા જઇ રહ્યો છે. આપણે જોયું કે વનરાજ અનુપમાની અનુજ માટે તડપ જોઈને સ્તબ્ધ થઇ જાય છે. તે તેને આશ્વાસન આપે છે કે, અનુજને કંઈ થશે નહીં. આપણે ગયા એપિસોડમાં જોયુ કે અનુપમાના દિલમાં જે પ્રેમ છે તે અન્ય કોઈ નહીં પણ તેના પૂર્વ પતિ વનરાજ પોતે અનુભવે છે. વનરાજ અનુપમાને જીવનમાં આગળ વધવા માટે કહી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદથી વાયરલ થઈ ગયો છે.

કમેન્ટમાં ઘણા લોકો વનરાજના ઈરાદા પર શંકા કરી રહ્યા છે. એકે લખ્યું કે, ‘વનરાજ એટલો સીધો નથી.’ બીજાએ લખ્યું, ‘નાટક વિના અનુજ-અનુપમાની મુલાકાત કેવી રીતે થઈ શકે ?’, બીજાએ લખ્યું, ‘કાશ તે સાચું થઇ જાય.’ ઘણા લોકો કમેન્ટ્સમાં હાર્ટ ઇમોજી બનાવી રહ્યા છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે હોસ્પિટલના કોરિડોરમાં અનુજ અને અનુપમા છે અને અનુજ શાહરૂખ ખાનના ગીત ‘જાનમ દેખલો…’ પર પોતાનો પ્રેમ વ્યક્ત કરતો જોવા મળે છે. આ વીડિયોમાં વનરાજ પણ જોવા મળી રહ્યો છે. અનુપમાનો હાથ અનુજના દિલ પર રાખીને કહે છે કે તને પણ પ્રેમ કરવાનો અધિકાર છે. આજે હું તને મારાથી મુક્ત કરું છું. અનુજ-અનુપમાના આ વીડિયો પર લોકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો તેમને કાયમ સાથે રહેવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Shah Jina