અનુપમાએ બા સાથે ફિલ્મ “પુષ્પા”ના ગીત પર કર્યા ગરબા, અનુજ કપાડિયાની બહેન મુક્કુની આવી આ કમેન્ટ

સ્ટાર પ્લસનો લોકપ્રિય અને પોપ્યુલર શો કે જે દરેક વખતે ટીઆરપી લિસ્ટમાં ટોપ પર પોતાનું સ્થાન હાંસિલ કરે છે તેમાં અનુજ અને અનુપમાની ગાડી હવે ધીરે ધીરે આગળ વધતી દેખાઇ રહી છે. ધીરે ધીરે અનુજ અને અનુપમા નજીક આવે છે. હવે અનુપમાએ કોઈપણ સંકોચ વગર અનુજ સાથે રોમાન્સ કરવાનું શરૂ કર્યું છે, કેમ કે તેને પણ જાણ થઇ ગઇ છે કે તે અનુજને પ્રેમ કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો તેનો પુરાવો છે. આ વીડિયોમાં અનુજ અનુપમાની આંચલ સાથે રમતો જોવા મળી રહ્યો છે. અનુપમા અનુજની હરકતો જોઈને ચોંકી જાય છે. વીડિયોમાં અનુપમા નવી દુલ્હનની જેમ શરમાઈ રહી છે.

અનુપમા ફેમ અભિનેતા ગૌરવ ખન્ના અને અભિનેત્રી રૂપાલી ગાંગુલીના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે. ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીના વિડીયો ફેન્સ વારંવાર જોઈ રહ્યા છે. ફેન્સ મેકર્સને વિનંતી કરી રહ્યા છે કે હવે અનુજ અને અનુપમા લગ્ન કરાવી દો. ડેઈલી શો અનુપમામાં દરેક નવા એપિસોડ સાથે, નવા વળાંકો આવી રહ્યા છે. આ શોના મુખ્ય કલાકારો અનુપમા અને અનુજ પણ તેમના ચાહકોને નિરાશ કરતા નથી. આ દિવસોમાં તેઓ સ્ક્રીન પર એક સાથે જોવા મળે છે.

બંનેની આંખોમાં આંખ મીંચીને વાત કરવી પ્રેક્ષકોને ખૂબ જ પસંદ છે, પરંતુ ઓફસ્ક્રીન પર પણ બંને પોતાની કેમેસ્ટ્રીથી લોકો પર પોતાની છાપ છોડવામાં સક્ષમ છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ રોમેન્ટિક છે. વીડિયોમાં રૂપાલી અને ગૌરવ ઉર્ફે અનુપમા અને અનુજ એકબીજા સાથે રોમાંસ કરતા જોવા મળે છે.

વીડિયોમાં અનુપમા થોડી શરમાતી પણ જોવા મળી રહી છે. જો કે, આ દરમિયાન અનુજના કપાળ પર પટ્ટી બાંધેલી છે અને અનુપમાના માથા પર ઈજાના નિશાન પણ દેખાઈ રહ્યા છે, પરંતુ તેમાં ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે આ વીડિયો પહેલાથી જ બનાવવામાં આવ્યો હતો, જ્યારે શોમાં તેના અકસ્માતનો સીન ચાલી રહ્યો હતો.

ટીવીના સૌથી લોકપ્રિય શો અનુપમામાં આવનારા દિવસોમાં કેટલાક ટ્વિસ્ટ આવવાના છે. જ્યારે ચાહકોનું દિલ જીતનાર અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક બીજો પણ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અનુપમા તેની ઓનસ્ક્રીન સાસુ એટલે કે અલ્પના બુચ સાથે ફિલ્મ પુષ્પાના ગીત પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. ફેન્સ આ વીડિયો પર કોમેન્ટ કરીને બંનેના ડાન્સની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

રૂપાલી ગાંગુલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં જોઈ શકાય છે કે રૂપાલી ફિલ્મ પુષ્પાના ગીત ‘સામી સામી’ પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોએ ચાહકોનું દિલ જીતી લીધું છે કારણ કે બંને આ ગીત પર ગરબા કરતા જોવા મળે છે. અનુપમાનો આ વીડિયો પર લાખો વ્યુઝ આવી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gaurav Khanna (@gauravkhannaofficial)

તમને જણાવી દઈએ કે અનુજ કાપડિયાની બહેન મુક્કુ એટલે કે માલવિકાએ આ વીડિયો પર સૌથી પહેલા કમેન્ટ કરી છે. આ દિવસોમાં સીરીયલમાં માલવિકા, અનુજ અને અનુપમાની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે, જ્યારે ચાહકો પણ અપેક્ષા રાખી રહ્યા છે કે ટૂંક સમયમાં સીરિયલમાં અનુપમાના જીવનમાં મોટો બદલાવ આવશે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

Shah Jina