ખબર

વધુ એક બૉલીવુડ હસ્તીના ઘરે ત્રાટક્યો કોરોના વાઇરસ, પરિવારમાં 4 લોકો થયા પોઝિટિવ

બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન અને તેના દીકરા અભિષેક બચ્ચનને કોવિડ પોઝિટિવ આવ્યા પછી અન્ય વધુ એક અભિનેતા અનુપમ ખેરની માતા અને ભાઇ સહિતી પરિવારના 4 લોકોને પણ કોવિડ પોઝિટિવ આવ્યો છે. અનુપમ ખેરે રવિવારે સવાર-સવારમાં ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.

અનુપમે આ વીડિયોમાં કહ્યું કે તેની મમ્મી દુલારીની હેલ્થ થોડા દિવસોથી ખરાબ હતી. તેમને થોડાક દિવસોથી ભૂખ નથી લાગતી અને તે સુઇ રહેતા હતા. ડોક્ટરની સલાહ પર, તેણે તેમની માતાનો બ્લડ ટેસ્ટ કરાવ્યો છે. જેમાં બધું બરાબર થઈ ગયું. પછી, સીટી સ્કેન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હળવા કોવિડ -19 પોઝિટિવના લક્ષણો જોવા મળ્યા..

બૉલીવુડ અભિનેતાએ માહિતી આપી હતી જેમાં લખ્યું હતું કે તેમના માતા દુલારી કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને વધુમાં લખ્યું હતું કે ઘણીબધી તકેદારી રાખવા છતાં તેમના ભાઈ, ભાભી અને ભત્રીજી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમનો પોતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. BMC ને પણ જાણ કરી દેવામાં આવી છે.

વધુમાં તમને જણાવી દઈએ કે બોલીવુડના ફેમસ અભિનેત્રી રેખાનો બંગલો પણ સીલ કરવામાં આવ્યો છે. તેનું કારણ છે રેખાના બંગલાના સિક્યોરિટી ગાર્ડ. રેખાના બંગલામાં કામ કરી રહેલા બે સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લીધે તેના બંગલાને પણ BMCએ સીલ કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.