સ્ટાર પ્લસની ફેમસ સિરિયલ અનુપમા હાલમાં દર્શકોની ફેવરેટ બનતી જઇ રહી છે. આ શોના ટ્વિસ્ટ અને નવા વળાંકને કારણે શો ટીઆરપીમાં ટોપમાં પોતાનું સ્થાન મેળવે છે.શોમાં ટૂંક સમયમાં ખૂબ જ રસપ્રદ ટ્વિસ્ટ આવવાના છે. શાહ હાઉસ છોડ્યા બાદ અનુપમાને નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં એક તરફ અનુપમાને અનુજની હકિકત વિશે ખબર પડશે, તો બીજી તરફ અનુપમા તેના પરિવાર દ્વારા છેતરાઈ જવાની છે. અનુજ અને અનુપમાને એકસાથે જોઈને બાપુજી ખૂબ ખુશ થશે. બાપુજી અનુપમાને કહેશે કે અનુજ તેના માટે પરફેક્ટ મેચ છે. બાપુજી કહેશે કે તે અનુજ અને અનુપમાના લગ્ન જોવા માંગે છે.
આગામી એપિસોડમાં અનુપમા તેના નવા ઘરમાં ખૂબ જ ધામધૂમથી પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં, બા જાહેરાત કરશે કે તે અનુપમા સાથેના તમામ સંબંધોનો અંત લાવી રહી છે. અનુપમાને ઘર મળતા અનુજ કાપડિયા ખુશ થશે. સાથે જ બંને એકબીજાના વખાણ પણ કરશે. નવા મકાનનો માલિક પણ એકલ છે અને તેના કારણે અનુપમાને ઘર સરળતાથી મળી જશે. અનુપમા દિવાળી પૂજા માટે બાપુજી અને કિંજલને તેમના નવા ઘરે આમંત્રિત કરશે.
અનુપમાના નવા ઘર વિશે સાંભળીને બા, કાવ્યા અને વનરાજ દંગ રહી જશે. બા અનુપમાને તેના તમામ સંબંધો દૂર કરવા કહેશે. દરમિયાન, ડોલી આવશે અને તે ટોણો મારશે અને કહેશે કે તે બધા સંબંધોનો અંત લાવવા આવ્યો છે. વનરાજ અને ડોલી વચ્ચે ઘણી ચર્ચા થશે. અનુપમા સિરિયલના આગામી એપિસોડમાં વનરાજ અનુજની પોલ આખા પરિવારની સામે ઉજાગર કરશે. આ દરમિયાન અનુપમાને ખબર પડશે કે અનુજ તેને પ્રેમ કરે છે. પરિવારના સભ્યો પણ આ જાણીને ચોંકી જશે.
અનુપમા ડાન્સ એકેડમી પહોંચશે. ત્યાં તેને થોડું સારું લાગશે અને ત્યાં તે ખુલીને ડાન્સ કરશે. બીજી તરફ, કાવ્યા વનરાજને સારા સમાચાર આપે છે અને કહે છે કે તેણે અનુપમા પાસેથી ભાગ પાછો ખેંચી લીધો છે. આનાથી બાપુજીને ખૂબ ગુસ્સો આવે છે અને તેઓ લીલા પર ગુસ્સે થાય છે અને તેઓ મિલકતના કાગળો ચૂકવવાના હતા ત્યારે વનરાજ તેમને રોકે છે અને ઘર તેમના નામે ટ્રાન્સફર કરવાનું કહે છે.
અનુજ અનુપમાને મળવા આવે છે અને તે તેને નવું ઘર બતાવવા તેની સાથે લઈ જાય છે. ત્યાં જઈને અનુપમા ઘર ફાઈનલ કરે છે. અનુપમાના ગયા પછી પાખીની હાલત ખરાબ થઈ જશે. આગામી દિવસોમાં પાખી ડિપ્રેશનનો શિકાર બનશે. ઘરમાં ચાલી રહેલા નાટક વચ્ચે પાખીનું ધ્યાન કોઈ નહીં રાખે.
View this post on Instagram