અનુપમા અને અનુજ કાપડિયાની લવસ્ટોરીમાં અચાનક અનુજની બહેન માલવિકાની એન્ટ્રી થઈ ગઇ છે. શોમાં હાલ ઘણા જ ટ્વીસ્ટ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છે. માલવિકાની એન્ટ્રીથી અનુજ અને અનુપમાની લવ સ્ટોરીને ખતરો થઇ શકે તેમ લાગી રહ્યુ છે. શોના આગામી એપિસોડ્સમાં તમે જોશો કે માલવિકા અનુપમાને બિલકુલ પસંદ નથી કરતી. તે અનુજ અને અનુપમા બંનેને અલગ કરવાનો પ્રયાસ પણ કરશે. પણ જો તમને ચિંતા હોય કે હવે અનુજ અને અનુપમા એકબીજાથી દૂર થઈ જશે તો એવું બિલકુલ નથી.
હાલમાં જ અનુપમા અને અનુજનો એક રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અનુજ અને અનુપમા બંને રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે અનુજ કપાડિયા અને અનુપમા ફિલ્મ ‘તમાશા’ના ફેમસ ગીત ‘અગર તુમ સાથ હો’ પર એકબીજાના પ્રેમમાં સાથે ફરતા જોવા મળે છે.આ વીડિયોમાં અનુજ અને અનુપમા સાથે વૉકિંગ કરી રહ્યા છે.
વિડિયોમાં અનુજ બ્લુ ફુલ સ્લીવ ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે, જ્યારે અનુપમા બ્લુ અને પિંક કોમ્બિનેશન સલવાર સૂટ પહેરેલી જોવા મળી રહી છે. અનુપમા ટીવીની સૌથી લોકપ્રિય સિરિયલોમાંની એક છે. આ શોને હંમેશા ટીઆરપીમાં ટોપ પર રહે છે. શોની કહાનીમાં ટ્વીસ્ટ અને ટર્ન્સ દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહ્યા છે. શોમાં અનુપમા અને અનુજ કાપડિયાની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી છે. અનુપમા સ્ટાર પ્લસનો એવો શો બની ગયો છે જે હંમેશા ટીઆરપી લિસ્ટમાં ટોપ પર રહે છે.
View this post on Instagram