કાનૂની જમેલામાં ફસાઇ નયનતારા, ફિલ્મ’અન્નપૂર્ણિ’ને લઇને એક્ટ્રેસ વિરૂદ્ધ દાખલ FIR

શું છે નયનતારાની ફિલ્મ ‘અન્નપૂર્ણી’ પર વિવાદ ? મુંબઇ બાદ જબલપુર સુધી પહોંચી આગ

FIR Against Nayanthara: સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારાની ફિલ્મ ‘અન્નપૂર્ણિ’ તાજેતરમાં જ નેફ્ટિક્સ પર રિલીઝ થઈ હતી, જેમાં બતાવવામાં આવેલી કહાની સામે લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. હિંદુ ધર્મને ઠેસ પહોંચાડવા બદલ સોશિયલ મીડિયા પર આ ફિલ્મ વિરુદ્ધ જોરદાર અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. ફિલ્મ જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ખુલ્લેઆમ બહાર આવી રહ્યો છે.

નેટફ્લિક્સને હટાવવી પડી નયનતારાની ‘અન્નપૂર્ણી’

વનવાસ દરમિયાન રામ-લક્ષ્મણ-સીતાને નોન-વેજ ખાતા જોઈને લોકોએ ભારે હોબાળો મચાવ્યો અને નેટફ્લિક્સનો બહિષ્કાર કરવાનું તોફાન શરૂ થઈ ગયું. તમામ આરોપો વચ્ચે આ ફિલ્મ વિરુદ્ધ મોટી સંખ્યામાં અવાજ ઉઠાવવામાં આવતા, નેટફ્લિક્સે ઉતાવળમાં નયનતારાની ‘અન્નપૂર્ણિ’ને પ્લેટફોર્મ પરથી હટાવી દીધી. લોકોએ આ ફિલ્મ પર હિંદુ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો.

ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

આ ફિલ્મ વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને 29 ડિસેમ્બરથી નેટફ્લિક્સ પર તેનું સ્ટ્રીમિંગ શરૂ થયું હતું. OTT પર રિલીઝ થયાના એક અઠવાડિયા પછી, ફિલ્મ વિરુદ્ધ અવાજો ઉઠવા લાગ્યા. ત્યારે હવે ઝી સ્ટુડિયોએ આ ફિલ્મ માટે માફી માંગતો પત્ર લખ્યો છે.

મુંબઇ બાદ જબલપુરમાં નયનતારા વિરૂદ્ધ FIR

કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ ભાગ સંપાદિત નહીં થાય ત્યાં સુધી ફિલ્મને OTT પરથી હટાવી દેવામાં આવી છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે તેમનો ઈરાદો હિંદુઓ કે બ્રાહ્મણોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો બિલકુલ ન હતો અને જે ઠેસ તેમણે પહોંચાડી છે તેના માટે તેમણે માફી પણ માંગી. મુંબઈ બાદ મધ્ય પ્રદેશના જબલપુરમાં અભિનેત્રી નયનતારા અને ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. હિન્દુ સેવા પરિષદના અતુલ જેસવાણીએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે.

કલમ 153 અને 34 હેઠળ FIR દાખલ

તેમનું કહેવું છે કે ફિલ્મમાં કેટલાક એવા દ્રશ્યો છે જે હિંદુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું અપમાન થયું છે. ફિલ્મમાં ભગવાન રામ વિરુદ્ધ પણ ઘણી કોમેન્ટ્સ કરવામાં આવી હતી. જેના કારણે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આટલું જ નહીં ફિલ્મમાં લવ જેહાદ પણ બતાવવામાં આવ્યુ છે. જબલપુરના ઓમતી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 153 અને 34 હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.

Shah Jina