અંકિતા લોખંડેનો બેડરૂમ વાળો વીડિયો થયો વાયરલ, ફેન્સે લખ્યુ- જે દેખવું હતુ તે જોઇ લીધુ બહેન, જુઓ કોમેન્ટમાં

અંકિતા લોખંડે અને વિકી જૈનના સંબંધમાં બિગબોસ 17માં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા, બંને વચ્ચે ઘણા ઝઘડા થતા હતા અને કેટલીકવાર તો અંકિતાએ અલગ થવા અને છૂટાછેડા સુધીની વાત પણ કહી હતી.

જો કે, શોમાંથી બહાર આવ્યા બાદ બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતા જોવા મળી રહ્યા છે. અંકિતા અને વિકી ગત દિવસોમાં સાથે ફરવા નીકળ્યા છે, ત્યારે વેકેશન સ્પોટ પર પહોંચી બંને સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે.

ટીવી શો ‘બિગ બોસ 17’ આજકાલ ખુબ ચર્ચામાં છે. ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે એમાં જુના બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરતી જોવા મળે છે. તેણે કહ્યું કે તે આવું એટલા માટે કરે છે કારણ કે અંકિતા સુશાંત વિશે અન્ય લોકો કરતાં વધુ જાણે છે.

બિગ બોસ શોના ફાઇનલિસ્ટમાંથી એક અભિષેક દિવંગત અભિનેતા સુશાંતથી પ્રેરિત છે અને તેના જેવો બનવા માંગે છે. બિગ બોસ 17ના ઘરમાંથી બહાર નીકળ્યાના પછી ટીવી એક્ટ્રેસ અંકિતાના ઘરેથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

‘પવિત્ર રિશ્તા’ ફેમ એક્ટ્રેસના પાલતુ ડોગે દુનિયાને અલવિદા કહી દીધું છે અને દુનિયામાંથી વિદાય લેવાથી અંકિતા ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ છે અને એક્ટ્રેસે પોતે ઇન્ટરનેટ પર તેના પાલતુ કૂતરાના મૃત્યુ વિશે જણાવ્યું છે.

અંકિતા ઈમોશનલ થઈ ગઈ અંકિતા લોખંડેએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે તેના પાલતુ કૂતરા સ્કોચનો ફોટો શેર કર્યો છે અને માહિતી આપી છે કે સ્કોચ હવે આ દુનિયામાં નથી. અભિનેત્રીએ તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘હે બડી મમ્મા, તમને ખૂબ જ યાદ કરવામાં આવશે. શાંતિથી આરામ કરો સ્કોચ.’ અંકિતાના ફેન્સે આ ભાવનાત્મક પોસ્ટ પર કોમેન્ટ્સ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ક્યૂટ ડોગ અંકિતાને તેના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતે ભેટમાં આપ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્કોચ સાથે રમતા જોવા મળી રહ્યો છે.

અંકિતાએ એક બેડરૂમ વીડિયો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો, જેમાં વિકી બેડ પર સૂતો જોવા મળ્યો. આ કોઝી વીડિયો શેર કર્યા બાદ વિકીએ પણ ઇન્સ્ટાગ્રામ પર બંનેનો વીડિયો શેર કર્યો. વિકીએ બાથરૂમનો વીડિયો શેર કર્યો છે, જેમાં બંને બાથરોબ પહેરેલા જોવા મળી રહ્યા છે અને બાથટબ ગુલાબની પાંખડીઓથી સજેલુ છે.

બંનેના ચહેરા પર અલગ ખુશી અને એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે. આ વીડિયો જોયા પછી બંનેના ચાહકો ખુશ થઇ રહ્યા છે કે બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ વીતાવી રહ્યા છે જેની તેમને જરૂરત હતી.જો કે, કેટલાક લોકોએ બંનેને ટ્રોલ કરી એવું પણ કહ્યુ કે આ શું નાટક ચાલી રહ્યુ છે, શું સાબિત કરવા માગો છો ? જણાવી દઇએ કે, અંકિતા લોખંડે અને વિકી જૈનની બિગ બોસમાં ખૂબ જ પડકારજનક સફર રહી, બંને વચ્ચે ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા.

એવી અટકળો હતી કે શોમાંથી બહાર નીકળ્યા બાદ બંને એકબીજાથી અલગ થઈ જશે.જો કે, આવું જ કંઇ થયુ નહિ અને બંને તેમની લાઇફ સારી રીતે જીવી રહ્યા છે અને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કર રહ્યા છે. શોમાંથી બહાર નીકળ્યા પછી બંનેના ઘણા ઇન્ટરવ્યુ પણ સામે આવ્યા, જેમાં વિકી અને અંકિતાના સંબંધોને લઈને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં બંનેએ ઘણી વખત સ્પષ્ટતા કરી કે તેમની વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Nisha Shah (@lokhandeeankita_fan)

Shah Jina