મુંબઇ લોકલ ટ્રેન નીચે ફસાયો યાત્રી, પબ્લિકે મળી કરી દીધી કમાલ- દિલ જીતી લેનાર વીડિયો થયો વાયરલ

મુંબઇ લોકલની નીચે ફસાયો વ્યક્તિ, યાત્રિઓએ ટ્રેનને ધક્કો મારી બચાવ્યો જીવ- વાયરલ થયો વીડિયો

ટ્રેનની નીચે ફસાયેલા વ્યક્તિનો લોકોએ બચાવ્યો જીવ, યુઝર્સ બોલ્યા- પરફેક્ટ ટીમવર્ક

સોશિયલ મીડિયા પર મુંબઇની એક ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, મામલો લોકલ ટ્રેન સાથે જોડાયેલો છે. આ વીડિયો જોયા બાદ લગભગ તમામ યુઝર્સ કહી રહ્યા છે કે આ લોકોએ માણસાઇની મિસાલ કાયમ કરી છે. વાસ્તવમાં, નવી મુંબઈના વાશી સ્ટેશન પર એક અકસ્માત થયો હતો, જે પછી પ્લેટફોર્મ પર હાજર લોકોએ એક થઈને જે કર્યું તેના ઈન્ટરનેટ પર ખૂબ વખાણ થઈ રહ્યા છે.

મુંબઇ લોકલની નીચે ફસાયો વ્યક્તિ

એક વ્યક્તિ ટ્રેનના પાટા પર પડી ગયો હતો અને ફસાઈ ગયો હતો. આવી સ્થિતિમાં, વ્યક્તિને બચાવવા માટે લોકોએ એકસાથે મળીને ટ્રેનના કોચને ધક્કો માર્યો અને વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યો. આ દરમિયાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યુ છે કે પ્લેટફોર્મ પર હાજર ભીડ લોકલ ટ્રેનના કોચને ધક્કો મારી રહી છે.

કોચને ધક્કો મારીને વ્યક્તિને સુરક્ષિત કઢાયો બહાર

એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે વ્યક્તિ જ્યારે પાટા ઓળંગી રહ્યો હતો ત્યારે તે ટ્રેનની નીચે ફસાઈ ગયો. આ લોકલ ટ્રેન પનવેલ તરફ જઈ રહી હતી. જો કે લોકો પાયલોટે માણસને બચાવવા માટે બ્રેક લગાવી, પરંતુ તે નીચે ફસાઈ ગયો. આવી સ્થિતિમાં જ્યારે વ્યક્તિને બહાર કાઢવાનો કોઈ રસ્તો ન મળ્યો ત્યારે સ્ટેશન પર હાજર જનતા એક થઈ ગઈ અને કોચને ધક્કો મારીને વ્યક્તિને બહાર કાઢવાનો પ્રયાસ કર્યા.

યુઝર્સે કરી પ્રશંસા

વીડિયો જોઇ ઈન્ટરનેટ યુઝર્સ સ્ટેશન પર હાજર લોકોના ઉત્સાહની પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે માનવતા હજુ પણ જીવિત છે.આ ઉપરાંત કેટલાક લોકો તેને પરફેક્ટ ટીમવર્ક પણ કહી રહ્યા છે.

Shah Jina