દાદા ઋષિ કપૂરના ખોળામાં જોવા મળી રણબીર-આલિયાની લાડલી રાહા, નીતુ કપૂર તસવીર જોઇ થઇ ઇમોશનલ

ઋષિ કપૂરના ખોળામાં જોવા મળી પૌત્રી રાહા, તસવીર જોઇ હેરાન નીતુ કપૂર !

ઋષિ કપૂરના નિધનના 2 વર્ષ બાદ જન્મી રણબીર-આલિયાની દીકરી રાહા, પછી દાદા-પૌત્રીનો ફોટો સાથે કેવી રીતે ?

દિગ્ગજ અભિનેત્રી નીતુ કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેમિલી ફોટો અથવા તેની પ્રોફેશનલ લાઈફને લગતી પોસ્ટ ચાહકો સાથે શેર કરે છે. ત્યારે હાલમાં નીતુ કપૂરે એક હૃદયસ્પર્શી તસવીર શેર કરી, જેમાં તેની પૌત્રી રાહા કપૂર સ્વર્ગસ્થ દાદા અને અભિનેતા ઋષિ કપૂર સાથે જોવા મળી રહી છે. વાસ્તવમાં, આ એક એડિટેડ ફોટો છે, જેમાં ઋષિ કપૂર બ્લૂ ટી શર્ટમાં તો રાહા પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળી રહી છે.

તસ્વીરમાં રાહા ઋષિ કપૂરના ખોળામાં જોવા મળે છે. આ ફોટો શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે, ‘કાશ આજે ઋષિ જી અમારી અને રાહા સાથે હોત.’ નીતુ કપૂરને ઋષિ કપૂર સાથે પૌત્રી રાહાની તસવીર ખૂબ જ પસંદ આવી અને તે બાદ તેણે ઈન્સ્ટા સ્ટોરી પર આ તસવીર શેર કરતા લખ્યું, ‘આ ખૂબ જ સુંદર તસવીર છે.’ જ્યારથી રણબીર અને આલિયાએ તેમની લાડલીની પ્રથમ ઝલક બતાવી ત્યારથી ચાહકો રાહાની તુલના તેના દાદા ઋષિ કપૂર સાથે કરી રહ્યા છે.

લગભગ બધા કહી રહ્યા છે કે તે બિલકુલ ઋષિ કપૂર જેવી લાગે છે. હવે બંનેને એક ફ્રેમમાં જોઈને ફેન્સ ખૂબ જ ભાવુક થઈ ગયા છે. ત્યાં ચાહકો આ ફોટા પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું ‘આ બેસ્ટ એડિટિંગ છે. આ ખૂબ વાસ્તવિક લાગે છે. તો કોઈએ લખ્યું કે ‘રાહા તેના દાદાની સંપૂર્ણ કોપી છે.’ જ્યારે ઘણા લોકો કમેન્ટમાં આલિયા ભટ્ટ અને નીતુ કપૂરને ટેગ કરી રહ્યા છે. આલિયાની માતા સોની રાઝદાને પણ ઈન્સ્ટા સ્ટોરી પર આ સુંદર તસવીર શેર કરી હતી અને લખ્યું હતુ કે આ એટલું સારું એડિટીંગ છે કે તે આપણા હૃદયને ખુશીઓથી ભરી દે છે.

આભાર.’ જણાવી દઇએ કે, ઋષિ કપૂરનું 30 એપ્રિલ 2020ના રોજ નિધન થયુ હતુ. ઋષિ કપૂર અને નીતુ કપૂરના પુત્ર રણબીર કપૂરે 14 એપ્રિલ 2022ના રોજ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા અને આ પછી કપલ નવેમ્બર 2022માં રાહાના પેરેન્ટ્સ બન્યા હતા. ગયા વર્ષે જ ડિસેમ્બરમાં ક્રિસમસના અવસર પર આલિયા અને રણબીરે પહેલીવાર તેમની દીકરી રાહાનો ચહેરો જાહેર કર્યો હતો.

Shah Jina