છૂટાછેડા બાદ પણ એક જ સોસાયટીમાં બંને પૂર્વ પત્નીઓ રીના અને કિરણ સાથે રહે છે આમિર ખાન…જાણો કેવો છે બધા વચ્ચે સંબંધ

આમિર ખાનની સોસાયટીમાં રહે છે બંને એક્સ બૈરીઓ, સંબંધો વિશે ખુલાસો વાંચીને હેરાન રહી જશો, જાણો કોમેન્ટમાં

આ દિવસોમાં ફિલ્મ નિર્માતા-નિર્દેશક કિરણ રાવ પોતાની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને કારણે ચર્ચામાં છે. ત્યારે હાલમાં કિરણ રાવે છૂટાછેડા પછી આમિર સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરી અને જણાવ્યું કે હવે તેમની વચ્ચેના સંબંધો કેવા છે. કિરણ અને આમિરે લગ્નના 15 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો હતો અને વર્ષ 2021માં બંને અલગ થઈ ગયા હતા, પરંતુ આજે પણ બંને વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ જોવા મળે છે.

કિરણે તેની ફિલ્મના પ્રમોશન દરમિયાન આમિર સાથેના તેના સંબંધો વિશે વાત કરી અને કહ્યું કે છૂટાછેડા પછી પણ સાથે કામ કરવું એ ખૂબ જ સ્વાભાવિક હતું. તેઓ એકબીજાને સારી રીતે સમજે છે અને આ વાત વૈવાહિક સંબંધોથી ખૂબ આગળ છે. કિરણ રાવે કહ્યું કે તેઓ રચનાત્મક રીતે ખૂબ જ નજીક છે અને મુદ્દાઓ પર સમાન અભિપ્રાય શેર કરે છે.

તેમની વચ્ચે કોઈ કડવાશ નથી થઈ. અમે એક જ હાઉસિંગ સોસાયટીમાં રહીએ છીએ, મારા સાસુ ઉપરના માળે રહે છે, રીના પણ બાજુમાં રહે છે અને નુઝહત (આમિરની કઝીન) પણ નજીકમાં જ રહે છે. હું રીના સાથે હેંગઆઉટ કરું છું. અમે બધા એકબીજાને પસંદ કરીએ છીએ. આ એવા સંબંધો છે જે તમારે છૂટાછેડા લેવા પર ગુમાવવા ન જોઈએ.

આમિર અને મારી વચ્ચે કોઈ કડવા છૂટાછેડા નહોતા, અમે ભલે અલગ પડેલા કપલ હોઈએ, પરંતુ અમે વાસ્તવમાં એક પરિવાર છીએ.તેણે વધુમાં કહ્યું કે, જો અમારા લગ્ન તૂટવાને કારણે અમારા સંબંધોનો અંત આવ્યો હોત તો મને દુઃખ થયું હોત. કિરણ રાવની ફિલ્મ વિશે વાત કરીએ તો, ‘લાપતા લેડીઝ’ એક કોમેડી-ડ્રામા છે, જે આમિર ખાન પ્રોડક્શન્સ અને કિંડલિંગ પ્રોડક્શનના બેનર હેઠળ રિલીઝ થશે.

આ ફિલ્મની કહાની એવોર્ડ વિજેતા બિપ્લબ ગોસ્વામી પર આધારિત છે. ‘લાપતા લેડીઝ’ની કહાની અને સંવાદો સ્નેહા દેસાઈ અને દિવ્યાનિધિ શર્માએ લખ્યા છે. જીયો સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ આમિર ખાન અને જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ 1 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Shah Jina